________________
ખરું પૂછ તે લક્ષમી એક પ્રકારની બિમારી છે. બિમારી તે શરીરમાં ઓછું નુકશાન કરે છે પણ લહમીની બિમારી તે માણસના આખા શરીરને બેકાર બનાવી દે છે. લક્ષમીના પ્રભાવથી માણસના કાન બહેરા બની જાય છે. ધનવાનાં હૃદય એટલાં કઠોર બની જાય છે કે કઈ ગરીબ માણસની દયાજનક સ્થિતિ જોઈને પણ તેનું હૈયું પીગળતું નથી. ગરીના રૂદનને અવાજ પણ તેના કાનમાં પ્રવેશ કરી શકતું નથી. ધનવાને પોતાને માટે પાણીની જેમ પૈસા વાપરે છે. પણ ગરીબને માટે પાઈ પણ ખર્ચ નથી.
આ શેઠની હાલતને જ વિચાર કરે. એના પાપ કર્મને ઉદય થયે તે લક્ષ્મી ચાલી ગઈ. વળી પુણ્યને ઉદય થતાં દશ લાખ રૂપિયા કમાઈ ગયો. તે પણ એનામાં વિવેક ન આવ્યું. એને સંપત્તિની ગરમી આવી ગઈ છે. એટલે તેણે આ બાળકની હાલત વિચાર ન કર્યો. નોકરને સીધે હુકમ કર્યો. નેકરા છોકરાને કહે છે ભાઈ! તું સીધી રીતે રૂમ ખાલી કરી દે ત્યારે છોકરે શું કહે છે? “મેં મુતમે નહીં ઠહરા હું મૈને કિરાયા દીયા હૈ” અત્યારે હું રૂમ ખાલી નહિ કરું. નેકરે કહે છે તને ખબર નથી કે અહીં આ શેઠ આવ્યા છે. તેમને માટે રૂમ જોઈએ છે. તે છેકરે કહે છે. એવા તે કંઈક શેઠ આવે ને જાય. એમાં હું શા માટે રૂમ ખાલી કરૂં? આખરે છોકરે ન માને ત્યાર જબરજસ્તીથી સામાન બહાર ફેંકી દીધું. અને શેઠને સામાન અંદર મૂકી દીધું.
- શેઠના નોકરોએ રૂમમાં ગાદી-તકિયા બિછાવી દીધા. શેઠ મોટરમાં બેસીને થાકી ગયા હતાં. તે આરામ કરવા માટે સૂઈ ગયાં. આ છોકરે લાચાર બનીને રૂમની બહાર, બેઠે છે. પણ એની જીભ બંધ થતી નથી. મેં અભી અકેલા હું ઈસી કારણ તેમને મેરા સામાન ફ્રિકવાયા હૈ મગર મેં ભી દેખ લૂંગા, ધનકી સારી ખુમારી ન નિકાલ તો કહનામ”
આ છોકરો બેલે છે ત્યારે નોકરો કહે છે બદમાશ! તું શું બોલે છે? એમ કહી એના ગાલ ઉપર બે – ચાર લપડે લગાવી દીધી. જે હવે બે છે તે યાદ રાખજે તારા બે કાન કાપી નાખીશ. આ છોકરી પણ એમ ચૂપ થાય તેમ કયાં હતો? એને આ શેઠની બેઈમાની પર ખૂબ ગુસે આવ્યો હતો એટલે એ બોલ્યા વિના રહી શકતે નહતા.
એને માર મારવાથી ખૂબ દુઃખ થયું. અહો ! ધનવા કેવા કઠોર હૃદયના હેય છે! એક તે મને રૂમમાંથી બહાર કાઢયો અને પાછે મને મારે છે. એમ ખૂબ દુખ થયું. કરણ સ્વરે રૂદન કરતો શેઠની આંખ ખેલાવવા માટે બોલે છે ઃ યાદ રખના “ ને મુઝે પીટવાયા હે પર ઈસકા બદલા લિયે બિના નહીં માનૂગા મેરે પિતાજી ભી પરદેશ સે આનેવાલે હૈ”
આ શબ્દો અંદર સૂતેલા શેઠના કાને પડ્યાં. એટલે પૂછે છે તારા પિતાજી કયાંથી આવવાના છે? એમનું નામ શું છે? કયાંના રહીશ છે? ત્યારે છોકરે કહે છે. મારા પિતાજી આવવાના છે એમ કહ્યું એટલે તમને છૂર લાગ્યો ને ?
શા. ૨૪