________________
૨૩૩ -
એ અફર નિર્ણય મેં કર્યો, સત્ય વચન વદે સતી; ' '
એ અવસર વહેલે આવજે, રખે ચૂકે જૂનાગઢ પતિ.” !! - જાહલે રા'નવઘણ ઉપર, ઉપર પ્રમાણે સંદેશો મોકલ્યો અને જણાવ્યું કે ભાઈ વીરા ! હું આજ તારી પાસે વીરપસલી માંગુ છું. મને સુમરાની કેદમાંથી મુક્ત કર અને મારે બચાવ કર. આ સંદેશે જ્યારે રા'નવઘણે વાંચ્યું ત્યારે રાનવઘણને લગ્નના ચાર દિવસ બાકી હતાં. નવઘણુ બહેનને સંદેશ વાંચી લગ્નમાં ન જતાં બહેનની વહાર જવા તૈયાર થયે. તમે આ જગ્યાએ તે શું કરે? પરણવા જાવ કે બહેનની વહારે. જાવ (હસાહસ). નવઘણ લગ્ન પડતાં મૂકીને મોટી ફેજ લઈને બહેનને બચાવવા માટે . ગ. સિંધ ઉપર ચઢાઈ કરીને સુમરાને હરાવ્યો અહે બહેન જાહલને પાપના પંજામાંથી મુક્ત કરી. આ છે ભાઈ-બહેનના સાચા હેત અને રક્ષણની ભાવના. .
રક્ષાબંધન કંઈ હિન્દુબહેન હિન્દુભાઈને જ બધે તેમ નથી. રાજપૂત રાણીઓએ મુસ્લીમ બાદશાહને પણ રક્ષાબંધન બાંધી છે. આ બધી ઐતિહાસિક વાત છે. મેવાડ ઉપર જ્યારે ગુજરાતને બાદશાહ બહાદુરશાહ રાજપૂતને નમાવવા પાટુગીઝની તપતી. મદદ સાથે ચઢી આવ્યું. ત્યારે બધા રાજપૂતે, લડવૈયાઓ, રાણી તથા રાજપૂતાણીઓએ ચિતોડના ગઢના કિલ્લાને આશ્રય લીધો હતે. અને રાણી કર્મવંતીએ દિલ્હીના મોગલ સમ્રાટ હુમાયુ ઉપર રાખડી મેકલી હતી અને વિનંતિ કરી હતી કે હે ભાઈ વીરા! આજે, હું તારી ધર્મની બહેન તને રાખડી મોકલું છું. અને તારી ક્ષેમકુશળતા ચાહું છું. અત્યારે ચિતોડ ઉપર બહાદુરશાહ ચઢાઈ લઈને આવ્યું છે. ચિતોડ ભયમાં છે તે વીરા! તારી બહેનને બચાવ. આફતમાંથી ઉગારી લે. દિલ્હીના શહેનશાહ હુમાયુએ મેવાડની રાણી કર્મવંતીના હાથથી મોકલેલી રાખડી જોઈ અને ચિઠ્ઠી વાંચી. જેમાં બહેને ઘણાં હેતથી ભાઈ વીરા! શબ્દો લખ્યા હતાં તે વાંચ્યા કે તરત જ તેણે કહ્યું કે બહેનની સગાઈ સંસારના તમામ સુખ-દોલત–શક્તિ અને સલ્તનતેથી વધારે છે. '; “તપ્ત ઉપરથી ઉતરીને પણ જે કઈ સાચી બહેનના દિલમાં સ્થાન મેળવી શકું તે હું મારી જાતને દુનિયાને સૌથી ભાગ્યશાળી માનવી સમજીશ. દુનિયાને હું બતાવવા માંગુ છું કે હિન્દુઓના રિવાજ મુસલમાનને પણ એટલા જ વહાલા છે. હુમાયુને ધર્મની બહેનને મદદ કરવાનું મન થઈ ગયું. હુમાયુ મટી ફેજ લઈને ચિડ ઉપર ચઢી આવ્યું બહાદુરશાહને હરાવ્યું. ચિતોડગઢ કબજે કર્યું પણ બે દિવસ મેડો પડ્યો જેથી તે બહેને ઘણી રાજપુત સ્ત્રીઓ સાથે જોહર કર્યાના સમાચાર તેને મળ્યા. હુમાયુ દિલગીર થ. બહેનની રાખડી પિતાના મસ્તક ઉપર ચઢાવી. ચિતેડનું રાજ્ય તેને ખરા વારસને સેંપી દીધું.
શા. ૩૦