________________
આવી જ રીતે મહાન સમ્રાટ સિકંદર ઘણાં દેશને છતતે છતત ત્યારે હિંદુ સ્તાનમાં આવે છે અને પિરસના રાજ્ય ઉપર ચઢાઈ કરે છે તે વખતે સિકંદરની સાથે ઈરાનની સુંદરી રીસાના હોય છે. તે યુવતીને એમ ખબર પડે છે કે પોરસ સિકંદરને જરૂર મારી નાંખશે. એને એ ભય લાગે છે. ત્યારે તે ઈરાની યુવતી રૂબરૂમાં છુપાવેશે પિરસને મળે છે અને કહે છે વીર પિરસ! તું મારે ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન છું. પરસભાઈને હું રક્ષા બાંધવા આવી છું. એમ કહી રક્ષા બાંધે છે. અને તેનું ભલું ઈચ્છે છે. પણ જ્યારે પિરસ એને વીરપસલી માંગવાનું કહે છે ત્યારે તે કહે છે “સિકન્દરને જાનથી મારીશ નહિ. આટલું તારી બહેનને પસલીમાં આપજે. પિરસ રાજી થાય છે અને બહેનને વચન આપે છે કે ભલે, બહેન! તેમ થશે. જ્યારે જ્યારે સિકંદર લડાઈમાં સપડાય છે ત્યારે પોરસ તેને જ કરે છે. પણ એક વખત કમનસીબે પિરસ કેદ પકડાય છે અને તેને સિકંદર પાસે હાજર કરવામાં આવે છે ત્યારે સિકંદર પણ તેને સ્વતંત્રતા બક્ષે છે. અને તેનું રાજ્ય પાછું મેંપી દે છે.
રક્ષાબંધન ઉપર બીજી પણ એક કહાણી છે. આ સંસારમાં જેના માતા-પિતા બાળપણમાં ચાલ્યા જાય છે તેનું કોઈ સગું થતું નથી. કહેવત છે કે “મા વિનાના સૂના વા.” ને મા-બાપ પાછળ મિલ્કત મૂકીને ગયા હોય તે કાકા-મામા, આડોશી-પાડોશી ખબર લે આવે પણ જેની પાસે કંઈ જ નથી તેની કઈ ખબર લેતું નથી. એક લૌકિક કહેણી છે.
એક પાંચ વર્ષની બહેન અને આઠ વર્ષના ભાઈને મૂકીને એના માતા-પિતા પરલેક વાસી થઈ ગયાં છે. બાળકે નિરાધાર થઈ ગયાં છે. બાપ પહેલાં ગયો છે. માતા પછી ગઈ છે. સાળથી મામા-મામી લૌકીકે આવ્યા છે. તે વખતે સગાવહાલાં કહે છે ભાઈ! આ તમારા ભાણેજે નિરાધાર થઈ ગયાં છે. તે તમે તેમને તમારે ઘેર લઈ જાવ. મામા દયાળુ હતા. એટલે લઈ જવાની હા પાડી. પણ મામી તે વાઘણ જેવી હતી. ઘરમાં મામીના રાજ હતાં. એટલે શું થાય! આ બે બાળકોને મામી ખૂબ કષ્ટ આપે છે. પૂછું ખાવા આપતી નથી. સૂવા ગાદડી પણ આપતી નથી. આખો દિવસ ગજા ઉપસંહ કામ કરાવે છે. ભાઈને જંગલમાં લાકડાના ભારા લેવા મોકલે છે. અને બહેનને પાણીનાં બેડાં ભરવા મોકલે છે. રાત્રે ભાઈ ને બહેન ભેગાં થાય છે. ત્યારે અરસપરસ એકબીજાનાં દુઃખની કહાણી કહે છે. દુનિયામાં ભાઈ-બહેનનાં હેત અલૌકિક હોય છે.
ભાઈ બહેનનાં હેતની સાંભળજે આ વાત. બચપણમાં ગુજરી ગયાં એનાં મા અને બાપ. પાંચ વર્ષની બેનડી અને આઠ વર્ષને ભાઈ બચપણમાં દુઃખ આવ્યું, ન લેતું કેઈ સંભાળ