________________
ભાઈ લાવે લાકડાના ભારા, બહેની પેલે પાણીયારો. ભરી લાવે પાણીડાંની હેલ માડીના જાયા
બહેનીના મેણાં એના ભાંગવા રે.... લાકડાને ભારે નાને આવ્યું હોય તે મામી ભાઈને ખૂબ મારે. થોડું કામ ઓછું થાય તે બહેનને મારે. આ ગરીબ કુલ જેવાં બાળકે કોને કહે! એ ભાઈ અને બહેન અરસપરસ પિતાનું દિલ ખાલી કરે છે. આ તે બહુ જ કરૂણ કહાણું છે. હવે સમય થઈ ગયા છે. ઘડિયાળનો કાંટો પૂરવેગે દેડી રહ્યો છે માટે એ વાત અવસરે વિચારશું.
બંધુઓઆજે રક્ષાબંધન ઉપર ઘણું કહેવાયું છે. અમે પણ તમારી ધર્મની બહેને છીએ. અમે તમને એક મહિનાથી રાખડી બાંધીએ છીએ. તમારી બહેને બાંધેલી રાખડી તમને અમર નહિ બનાવે. પણ અમે વીતરાગ વચન રૂપી જે રાખડી બાંધીએ છીએ તે તમને દુર્ગતિમાં જતાં અટકાવશે. તમારી ઈચ્છા હોય તે કહેજે તે અમે તમને રાખડી બાંધી દઈશું. બેલે, તમારે કેવી રાખડી બાંધવી છે! હીરાની, મેતીની, સેનાની કે કાગળની? અમારે ત્યાં ચાર પ્રકારની રાખડી છે. જેને હીરાની રાખડી બાંધવી હોય તે જાવજીવ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લેજે. જેને સાચા મોતીની રાખડી બાંધવી હોય તે પાંચ વર્ષની પ્રતિજ્ઞા લેજે. સેનાની બાંધવી હોય તે એક વર્ષની પ્રતિજ્ઞા લેજે. અને જેને ચળકતા કાગળની રાખડી બાંધવી હોય તે ઓછામાં ઓછી એક મહિનાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તે અવશ્ય લેજે. આટલી રાખડીમાંમી તમારે કેવા પ્રકારની રાખડી બાંધવી છે! આ રાખડી જ તમને અમરતા અપાવશે. બહેન ભાઈને રાખડી બાંધે છે પછી કંઈને કંઈ ભેટ આપે છે ને? તેમ અમે તમને રાખડી બાંધી રહયાં છીએ તે આજે તમે કંઈને કંઈ વ્રત પશ્ચકખાણ લેશે. કંદમૂળને ત્યાગ, વ્યસનને ત્યાગ તેમજ મારી બહેને મોતીના દાગીના. નાઈલેનની સાડીઓ વિગેરે પહેરવાને ત્યાગ કરશે એ જ આશા સહિત આજનું વ્યાખ્યાન સમાપ્ત કરૂં છું.
વ્યાખ્યાન નં.-૩૨
શ્રાવણ વદ ૨ ને મંગળવાર તા. ૧૮-૮-૭૦
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના જીને આત્મ કલ્યાણને માર્ગ બતાવતાં ફરમાન કર્યું કે હે જી ! તમે શાશ્વત સુખને ઈચ્છો છો અને એ સુખ તમારે ધન