________________
દિવસ જતાં આ છકરી મટી થાય છે. અને એના મામા એને પરણાવે છે. કમની કઠણાઈ કેવી છે? ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે. ગરીબની દીકરીને સાસરું પણ ગરીબ જ મળે છે. આજે કરિયાવર ને રૂપ જોતાં થઈ ગયાં. ગુણની કિંમત અંકાતી નથી. એટલે વધુ કરિયાવર કરનાર શ્રીમંતની દિકરી શ્રીમંતને ઘેર જ પરણે છે. બિચારા ગરીબની વાત જ ક્યાં? અહીં તે મામા બે જોડી કપડાં જ કરવાના હતાં એટલે જી સુરતી મળતું નથી. એક સામાન્ય ઘરમાં બે દિકરા હતાં. તેમાં એક હોંશિયાર છે બીજો તે નમાલે છે. એવા હેકરા સાથે આ દુખિયારી બહેન પરણીને આવી છે. હવે ભાઈને પણ એમ થયું કે બહેન પરણીને સાસરે ગઈ. હવે મારે આ મામીનાં મહેણાં અને માર શા માટે સહન કરવા જોઈએ. મારે અહીં રહેવું નથી. હું મારું સંભાળી લઈશ. એમ વિચારી ભાઈ પિતાના ભાગ્યને સિતારો ચમકાવવા બહારગામ ચાલે જાય છે. બહેનને સાસરે પણ કમેં કનડગત કરવામાં બાકી ન રાખી. જેને પતિ નમાલો હોય તેની સ્ત્રીને પણ એશીયાળું જીવન ગાળવું પડે છે.
દિકરી પરણીને સાસરે જાય પછી પિયરીયાં તેડાવે છે પણ આને બિચારીને કેણ તેડાવે? મામીએ તે કદી બોલાવી નથી. ભાઈ બિચારો ચાલ્યો ગયો છે. અકળાઈ મૂંઝાઈ છોકરી કયાં જાય? કોનાં મોઢે વરાળ કાઢે ! વખત જતાં આ બહેનને એક દિકરે અને એક દિકરી થાય છે. સાસુ અને નણંદ વાછડ ઘડા છે. એ બહેનને ખૂબ કષ્ટ આપે છે. પણ આ બહેન કોઈને દોષ ન આપતાં પિતાના કર્મોને દેષ આપતી શાંતિપૂર્વક જીવન વિતાવે છે. સમય જતાં રક્ષાબંધનને દિવસ આવે છે. આ નાના બાળકે રમવા ગયાં છે ત્યાં બાળકે વાત કરે છે કે અમારે તે અમારા મામાના ઘેર જમવા જવાનું છે. ત્યારે આ બાલુડા ઘેર આવીને એની બાને પૂછે છે હું બા ! બધા છોકરાઓ કહે છે કે અમારે અમારા મામાને ઘેર જવાનું છે. તો બા ! આપણે મામાના ઘેર નહિ જવાનું? બા ! આપણે મામા કયાં રહે છે? આ બાળકોના કાલાઘેલા શબ્દો સાંભળી માતાની આંખમાં આંસુ આવે છે. રડતી રડતી એના બાળકોના માથે હાથ ફેરવતી બેલે છે આપણે પણ મામાને ઘેર જવાનું છે. ત્યાં નણંદી તાડુકે છે અને કહે છે તારે મામ તે ભિખારીની જેમ કયાંય ભટકતો હશે? એ તમને શું લાવવાનું છે? આ શબ્દો બહેનને હાડહાડ લાગી ગયાં. એ રડતી રડતી કૂવે પાણી ભરવા ગઈ. ત્યાં એક ભાઈ એને પૂછે છે બહેન ! તમારું નામ શું? આ બહેન પિતાનું નામ કહે છે એટલે કહે બહેન ! આ તમારા ભાઈને કાગળ છે. ઘણું વર્ષે ભાઈને પત્ર વાંચી ખૂબ જ આનંદ થયે. પત્રમાં ભાઈનું સરનામું લખ્યું છે. એટલે બહેન ભાઈને પત્ર લખવા બેઠી. બહેન પિતાની વીતક ભાઈને પત્રમાં લખે છે. અને લખે છે ભાઈ વીરા ! તું રક્ષાબંધનને દિવસે તારી બેનડીના મેણું ભાંગવા જરૂર આવજે અને તું તારા ભાણેજે માટે એક પગની ઝાંઝરી અને હાથની પહોંચી અને બે જોડી કપડાં જરૂર લાવજે, જે તેનું ન મળે તે
શા, ૩૧