________________
વાટકે પીને હું શું કરું? ત્યારે મહારાજ કહે છે ભાઈ! હું શું કરું? જે તમારે કોઈને પણ ન પી હોય તો હું એને જ પાછો પીવરાવી દઉં છું. ત્યારે એના માતા -પિતા કહે છે બાપજી! ભલે કેઈએ ન પીધે પણ હવે આ છોકરે સાજો થઈ ગયો છે એ કંઈ થડે માંદો થઈ જવાને છે? એ તે અમે કહીએ કે ન કહીએ પણ આપ એવા કરૂણાસિંધું છે કે આપ જ એ વાટકો પી જશે. અમે ના પાડીશું તો પણ તમે પી જશો. * હંસાહસ). તમે કેવા ચતુર છે. બધે એળીયોઘળી મહારાજના માથે નાખી દીધે. આ તે બધું કૃત્રિમ હતું. સંસારમાં કેણ કોનું છે એ બતાવવા માટે જ આ ઉપાય કર્યો હતે. કુદરતને કરવું આ છેકરાને રેગ મટી ગયે. અને એને સંસાર ઉપરથી વૈરાગ્યે આવી ગયે. જે સગાંને તે મારા માન હતું તે મમત્વ ભાવ ઉતરી ગયો. એને સંત જ સાચા સગા દેખાવા લાગ્યા. અંતે તે સંસાર છોડી સાધુ બની જાય છે. માતાપિતા-પત્ની બધા એને રેકે છે પણ હવે એ શેકાય ખરે? તમને હજુ સમજાતું નથી એટલે સંસાર મીઠો લાગ્યો છે. ઘણી વખત વૈરાગ્ય આવી જાય એવા પ્રસંગે તે તમારા જીવનમાં પણ બનતાં હશે ! અને ત્યારે ઘડી તે થઈ જાય કે સાધુ બની જાઉં પણ જયાં થોડું માન મળ્યું એટલે પાછા હતાં તેવા ને તેવા થઈ જાવ છો. - બંધુઓ! આપણી મુખ્ય વાત એ છે કે કર્મ કેઈને છોડતાં નથી. આ બાળકોને મામા મોસાળ લાવ્યા છે. પણ એમનાં કમેં એમને છોડ્યા નહિ. કર્મો તે એમની સાથે જ ગયાં. આ નિર્દય મામીએ બાળકો ઉપર કાળો કેર વર્તાવવા માંડ્યો. ફૂલ જેવા કમળ બાળકો પાસેથી મામીએ ગજા ઉપરાંતનું કામ કરાવવા માંડયું. છતાં સાંજ પડે પેટ પૂરતું ખાવાનું દેતી નથી. સૂકા રોટલાનાં સાંસા પડવા લાગ્યાં. એટલું જ નહિં પણ રેટીને બદલે માર અને પાણીને બદલે પ્રહાર પડવા લાગ્યા. અને ગદડીને બદલે ગાળે આપવામાં મામીએ બાકી ન રાખ્યું. આટલે જુલમ ગુજારે છે છતાં સાંજ પડે ઘેર આવે ને મામીની કટ કટ શરૂ થાય. આ બે પાપીએ મારા ઘરમાં ન જોઈએ. એને કાઢી મૂકે. આજે તે જ્યાં જોઈએ ત્યાં શ્રીમતીજીનું રાજ્ય છે. એટલે શ્રીમતી. કહે તે તહેત. કેમ ખરું ને? (હસાહસ) આ મામા એવાં ન હતાં. દયાળુ હતા એટલે એની પત્નીને કહે છે કે હે સ્ત્રી! તું વિચાર કર. આ બાપડા ભાણેજે એની મા મરી ગઈ ત્યારે આપણે ઘેર આવ્યાં છે ને? નહિં તે શા માટે આવે? તું એને ખાવાનું પણ પૂરૂં આપતી નથી. એક બટકુ રોટલે અને છાશના બદલામાં તે તારું કેટલું કામ કરે છે? એનો વિચાર કર. બાર મહિનાનાં લાકડાં અને છાણાં એ બાલુડાં વીણી લાવે છે. એંઠવાડ-પાણી, દળણું અને હેરના વાસીદાનું કામ પણ આ બાળકો જ કરે છે, વગર પગારના આવા વિશ્વાસુ અને નિર્દોષ ભાણેજને નેકર માનીને તે રાખ. આવા તે નેકર પણ નહિ મળે. માટે તું એમના પર દયા કરીને એમને પેટ ભરીને ખાવાનું તે આપ. પતિના આવા વચન સાંભળી જેમ ગુફામાંથી સિંહણ તાડુકે તેમ શ્રીમતીજી તાડુકયા. આ ભાઈ–બહેનને પણ દુખ થઈ જાય છે કે આપણે લીધે મામાને કેટલું સહન કરવું પડે છે.