________________
રહે
ફેરા ટાળવાને તલસાટ જાગ્યા એટલે માતાપિતા પાસે વૈરાગ્યની વાત કરે છે. હવે માતા-પિતાને તે સંતાન કેવા પ્રિય છે. તે કહે છે.
""
पियपुत्तगा दोन्नि वि माहणस्स, सकम्मसीलस्स पुरोहियस्से । सरितु पराणि तत्थ जाई, तहा सुचिण्णं तव संजमं च ॥ ૯. સૂત્ર અ. ૧૪ ગાથા ૫
*
આ એ કુમારો એના માતા-પિતાને અતિપ્રિય હતાં. આ બે પુત્ર બે કલાક બહાર રમવા ગયાં હાય તેા પણ માતા એમના વિયાગને સહન કરી શકતી ન હતી. એવા પુત્રા કહે છે મારે દીક્ષા લેવી છે. તે માતા-પિતાને કેવા આધાત લાગે ? જે પુત્રાને સતાથી વિમુખ રાખવા માટે ભવ્ય અને રમણીય ઈંકાર નગરી છેાડીને નાનકડુ ગામ વસાવી રહ્યાં હતાં. આનું કારણ અંતરના માહ છે. માતા-પિતાએ એમ માને કે મારા સંતાન બહુ ઉપાશ્રયે જશે તેા સ ંતાના રંગ લાગી જશે અને દીક્ષા લઈ લેશે. માટે એને તમે બહુ ઉપાશ્રયે ભલે ન આવવા દો પણ એ જીવ હળુકમી હશે તા ઘરે બેઠાં પણ એને નિમિત્ત મળશે. અને એના અંતરાત્મા જાગી ઉઠશે.
આ અને પુત્રાને સંયમની લગની લાગી છે એટલે માતા પિતાને ડર લાગ્યા કે મારા વહાલસેાયા સાધુ બની જશે. તેથી એમના અંતરમાં આઘાત લાગે છે. એ પુત્રાને માટે મા—માપ કેટલું કરશે એ વાત તેા હવે આવશે. આ મા-બાપને એના દિકરા હૈયાના હાર જેવાં વહાલાં છે. અને ગઈ કાલે આપણે રક્ષા બંધન વિષે એક કહાણી કહી હતી. એ ખાળક અને બાળકી પણ ફૂલ જેવા સંતાના હતાં પણ એમના જીવનમાં કેટલું દુઃખ હતું. એની કહાણી કેવી કરૂણ છે! તે સાંભળવા જેવી છે.
સુખ મળવું અને દુઃખ મળવું એ પુણ્ય અને પાપનાં ફળ છે, કમ રાજાના ખેલ છે. ક્રમ ના કોયડા ઉકેલવા મુશ્કેલ છે. કમ`રાજા પાસે ભલભલા હારી ગયાં છે. પુણ્યની ગાંઠ એ સુતરની ગાંઠ છે અને પાપની ગાંઠ એ હીરની ગાંઠ છે. સુતરની ગાંઠ જલ્દી છૂટી શકે છે પણુ હીરની ગાંઠ જલ્દી છૂટી શકતી નથી. એમ પુણ્યને ખતમ કરવુ હશે તેા જલ્દી ખતમ કરી શકાશે પણ પાપ તા ભાગવ્યે જ છૂટકો છે. પાપને ખતમ કરવા માટે દાનશિયળ-તપ-ભાવ વિગેરે કરવા પડે છે. પણ તમારે તે ધ ક્રિયા બહુ ઓછી કરવી છે. અને પાપ કરવુ છે પછી દુઃખ ભેાગવવુ નથી તે કેમ મને ! ... અહીં તમારા ગુરૂ ગુરૂની જેમ તમને મેાક્ષના પરવાના લખી દેશે નહિ. તમે સ ંતાની ગમે તેટલી ભક્તિ કરા, એમની ચરણ રજ માથે ચઢાવા, થાય તેટલા વાના કરો પણ ધર્મગુરૂઓ તમને મેાક્ષને પરવાના લખી આપવાનાં નથી. કારણ કે જૈન દશન તા કહે છે કે “ કર્તા સેા ભેાક્તા” જે કમ કરે તેને જ ભેગવવા પડે. માટે દેવાનુપ્રિયા! કમ કરતી વખતે ખૂમ સાવધાની