________________
' દેવાનુપ્રિયે! અભિમન્યુ યુદ્ધ ને ત્યારથી આ રાખડી બાંધવાને રિવાજ શરૂ થયે છે. તેમ ગ્રંથકારની વાત છે. તમે રાખડી બંધાવતા પહેલાં એ વિચાર કરો કે આ બેનની રક્ષા માટે કઈ રીતે કરવી? કંઈક ભાઈ વિનાની બહેન આજે આંસુ સારતી હશે. તમે એવી બહેનના ભાઈ બનજે. તમે જેની સાથે પંચની સાક્ષીએ લગ્ન કર્યા તે તમારી પત્ની છે. અને તે સિવાય જગતની તમામ સ્ત્રીઓ જે તમારાથી મોટી છે તે માતા સમાન છે. અને નાની છે તે બહેન સમાન છે. એમ સમજીને વ્યવહાર ચલાવે તો કોઈ બહેન ભાઈ વિનાની રહે ખરી?
આજે ભાઈ વિનાની બહેન રડતી હોય છે. પણ મને નથી લાગતું કે કઈ ભાઈ બહેન વિના રડતે હશે? બહેનને ભાઈ ઉપર અપાર હેત હોય છે. બહેનને ઠેબું વાગે તે પણ બોલે છે ખમ્મા મારા વીરને ! અને કંઈક વીર એવા પણ થઈ ગયાં કે જેમણે બહેનને માટે કેટલે ભોગ આપ્યો છે.
જૂનાગઢના રાજા રા' નવઘણની વાત તે ખૂબ પ્રચલિત છે. એ તે તમે ઘણી વખત સાંભળી હશે. રાનવઘણ નાનાં હતાં ત્યારે એક ખેડૂતને ત્યાં ઉછરેલાં, એ ખેડૂતને જાહલ નામની એક દિકરી હતી. આ નવઘણ અને જાહલ સરખી ઉંમરના છે. બંનેને ભાઈ–બહેનનાં ખૂબ જ હેત હતાં. આ ખેડૂતની પુત્રી જાહલ રાનવઘણને પિતાને ધર્મને વીર સમજી દર શ્રાવણ મહિનાની પુનમે રાખડી બાંધતી હતી. નવઘણ પિતે ખેડૂતને પર જ ઉછરેલાં હતાં એટલે એની પાસે બીજું તે શું હોય! છતાં પાસે જે કંઈ હોય તેમાંથી બહેનને નવઘણું વીરપસલી માંગવાનું કહેતા. ત્યારે જાહલ કહેતી વીરા મારા! પસલીથી શું અધિક છે ? છતાં તારી બહુ ઈચ્છા છે તે માટે અત્યારે તારી પસલી નથી જોઈતી. તું રાજ્યનું બીજ છે એટલે જ્યારે કે ત્યારે તું રાજા બનીશ તે વખતે મારે જરૂર પડશે ત્યારે હું માંગી લઈશ. સમય જતાં જાહલનાં લગ્ન થઈ ગયાં અને નવઘણ રાજા બન્ય.
એક સમય એવે આવી ગયે કે જાહલને એના પતિ સાથે દુષ્કાળને લીધે સિંધમાં જવાનું થયું. જાહલ અત્યંત સ્વરૂપવાન હતી. એક વખત સિંધના રાજા હમીર સુમરાની નજર તેના પર પડી અને સુમરે જાહલના રૂપમાં દિવાને બ. અને જાહલને પકડીને તેના મહેલમાં લઈ ગયે. જાહલે હમીરને કહ્યું મારે છ મહિના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે પછી જોઈ લઈશું. એટલે હમીરે છ માસની મુદત આપી. આ વખતે મહેલમાં રહેલી જાહલે એના પતિ સાથે છૂપી રીતે રા'નવઘણને સંદેશો મોકલ્યા એ શું સંદેશ મોકલે છે!
“હે સિંધમાં રેકી સુમરે, વારે ધાને નવઘણ વીર, હે જાહલ તુજ પર મીટ માંડી રહી, મુને હાલવા ના દે હમીર, જે મુદત માસ ની વીતશે, તને સત્ય વચન કહું વીર, જાહલ મુખ જોઇશ નહિ, ને તે રહીશ રણધીર.