________________
બની હશે તે મહાન ભાગ્યશાળી છે. પરમ સૌભાગ્યવંતી છે કે આ દેવકુમાર જે જેને પતિ છે. બંને એકબીજાને ઓળખતા નથી. | ગમે તેમ તેય અભિમન્યુ કૃષ્ણને ભાણેજ છે. ભાણેજને વંશ રાખવે છે. હવે એ પણ જાણે છે કે આ ક્ષત્રિયને બચ્ચે યુદ્ધના સંગ્રામ માટે ઘરમાંથી બહાર નીકળી ગયે છે તે પાછું પડે તેમ નથી. એટલે ગામ બહાર પડાવ નાંખીને ત્યાં ઓત્રાને અને અભિમન્યુને છ મહિના સાથે રાખે છે. એત્રાનું રૂપ જોઈ અભિમન્યુ મુગ્ધ બને છે પણ સાચે શૂરવીર પાછા ફરે નહિ. એત્રાને ત્યાં ગભ રહે છે. હવે અભિમન્યુને યુદ્ધમાં જવાને સમય થઈ જાય છે. એ કડભરી એત્રાને છોડીને અભિમન્યુ યુદ્ધમાં જઈ રહ્યો છે. તે વખતે દાદીમા કુંતા પિતાના લાડીલા બાળપુત્ર અભિમન્યુને આશીષ આપે છે અને કહે છે લાડકવાયા! આ કેડભરી કન્યાને મૂકીને જાય છે. તું વિજયના ડંકા વગાડીને વહેલે આવજે. લડાઈમાં તારો વાળ કઈ વાંકે ન કરી શકે. તું દીર્ધાયુષ બન. અમર રહે એટલે હું તને આ એક રાખડી બાંધુ છું. બેટા ! તું એને સાચવજે. એમ કહીને –
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે,
મારા લાડીલા બાલુડા તું વહેલો આવજે ઘેર કુંતા. હે દિકરા! તું વહેલો આવજે. તારી માતા સુભદ્રા ચોધાર આંસુએ રડે છે. એમ કહી વારંવાર અંતરના આશીષ આપી દાદીમા કુંતાજીએ અભિમન્યુને કાંડે અમર રાખડી બાંધી. અભિમન્યુ યુદ્ધમાં જાય છે. માતા કુંતાએ જે રાખડી બાંધી છે એના પ્રતાપે અભિમન્યુ કયાંય અટવાત નથી. ક્ષત્રિયને બચ્ચે શૂરાતનથી લડે છે. કોઈ વાતે હારતે નથી. ત્યારે કૃષ્ણ વિચાર કરે છે અહે! એના હાથે કુંતા માતાએ જે રાખડી બાંધી છે તે જ્યાં સુધી હશે ત્યાં સુધી અભિમન્યુને વાળ કોઈ વાંક નહિ કરી શકે. કારણ કે એ રાખડીની બાંધનારી માતા કુંતા બહુ પવિત્ર સતી છે. એટલે કૃષ્ણ અભિમન્યુની પાસે આવીને કહે છે બેટા ! આપણે તે ક્ષત્રિયના બચા કહેવાઈએ. આપણા હાથે આવા દેરા ને ધાગા શેભે નહિ. એને કાઢી નાંખ. અભિમન્યુ કહે છે મામા! હું એવા દેરા-ધાગાને માનતું નથી પણ આ તે મારા વૃદ્ધ માતા કુંતાજીએ હૈયાના હેતથી સ્નેહને તાર બાંધ્યું છે. એને હું નહિ તેડી શકું ત્યારે કૃષ્ણ કહે છે એમ કર. એને આ તારી તલવારની સાથે બાંધી દે. અભિમન્યુ રાખડીને તલવાર ઉપર બાંધે છે. ત્યારે કૃષ્ણ માયા કરીને ઉંદરનું રૂપ લઈને એ રાખડીને દોરે કાપી નાંખે છે. આ તલવાર પર બાંધેલી રાખડી કપાઈ ગઈ. આ જોઈ અભિમન્યુને ખૂબ આઘાત લાગ્યા. અહો ! આ મારી રાખડી તૂટી ગઈ. નક્કી હવે મારા આયુષ્યને તાર પણ તૂટી જશે. અત્યાર સુધી મેં વિજ્ય મેળવ્યું. પણ હવે શું થશે? છ છ વિષમ કઠામાં અભિમન્યુ છે. પણ સાતમો કે તેડવાના સમયે અભિમન્યુ એ લડાઈમાં મૃત્યુ પામ્યા.