________________
કૃષ્ણ કાળી બતાવું. તે તે તમારો માટે ઉપકાર, પણ એ કૃષ્ણ કેટલે મટે છે. ત્યારે કૃણ કહે છે કૃષ્ણ તે તારા જેટલું જ છે. દેખાવે-રૂપ-રંગે તારા જે જ છે પણ એ એમ પકડાય તેવું નથી. એટલે એને પકડીને એક પેટીમાં પૂરી દે છે માટે હું એક પેટી બનાવી લાવું. કૃષ્ણ એક સાત ઢાંકણાવાળી ચાંદીની સુંદર પેટી લઈ આવે છે અને કહે ભાઈ! આ પેટીમાં લાંબે થઈને સૂઈ જા એટલે માપ નીકળી જાય. કૃષ્ણ એમાં સૂઈ શકે તેટલી છે ને? આ બિચારો બાળક તે પેટીમાં બરાબર સૂઈ ગયે. અને કૃષ્ણ પટી બંધ કરી. ઉંચકીને અંતેઉરમાં લાવ્યા.
- સત્યભામાં પટરાણીને મહેલે પિટી લાવીને મૂકી. અને સત્યભામાને કહ્યું કે આ પેટી કોઈ ખેલશે નહિ. જ્યારે જે વસ્તુને ખેલવાની ના કહેવામાં આવે ત્યારે એને ખેલવાનું બહુ મન થાય. આવી સુંદર ચાંદીની પિટી છે. અંદરથી સુગંધ સુગંધ બોંકી રહી છે. અંદર શું હશે? એ જોવાની કૃષ્ણની પટરાણીઓને ખૂબ ચટપટી લાગી. સત્યભામાં રૂકમણીને કહે છે બહેન ! તું પેટી ખેલ. તે રૂક્ષ્મણી કહે છે સ્વામીનાથની રજા નથી માટે ખેલાય નહિ. પણ ચિત્તડું તે એમાં જ છે. સાસુ બધે તાળા લગાડે તે વહુને અધિરાઈ આવે અને લાગ શેધે કે કયારે સાસુજી બહાર જાય અને ચાવીને ઝુડે હાથમાં આવે તે બધું જોઈ લઉં. પણ જે સાસુ તાળા ન લગાવે તે વહુને અવિશ્વાસ આવે નહિ. એનું મન પણ ઉદાસ રહે અહીં કૃષ્ણ પિટી ખેલવાની ના પાડી છે. પણ છવડે રહેતો નથી. એટલામાં કૃષ્ણની બેનડી સુભદ્રા આવે છે ત્યારે બધી ભાભીઓ ભેગી થઈને કહે છે નણદી ! તમે આવ્યા તે ઠીક થયું. તમારા ભાઈ આજે આ નવીન ચીજ લાવ્યા છે. એ પેટીમાં શું છે તે જોવાનું બહુ જ મન થયું છે. પણ તમારા ભાઈએ ખેલવાની ના પાડી છે. પણ જે તમે ખેલશે તો તમારા ભાઈ તમને વઢશે નહિ. માટે તમે પેટી ખોલે. બધી ભાભીઓએ સુભદ્રાને શણગારી. સુભદ્રાએ પેટી ખેલી-સાત ઢાંકણું ખોલ્યાં ત્યાં અંદરથી કલૈયાકુંવર જેવા બાળકનું કલેવર છે. આ જોઈ સુભદ્રાને ખૂબ આઘાત લાગે છે. એ પેટીમાં જે બાળકનું મૃતકલેવર પડયું છે એને જ જીવ સુભદ્રાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થઈ ગયેલ છે. એ મહાભારતની રીત પ્રમાણે સુભદ્રાના ગર્ભમાં રહેલે જીવ એ છોકરાને આત્મા હતો. એને કૃષ્ણની સાથે ગાઢ વેર બંધાયું છે. જ્યારે એને જન્મ થતું નથી. ગર્ભવંતા સુભદ્રા આકુળ-વ્યાકુળ થાય છે ત્યારે બહેનને શાંતિ પમાડવા માટે કૃષ્ણ સાત કોઠાના યુદ્ધની વાતે સંભળાવે છે. એમની માન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે અંદર ગર્ભમાં રહેલે જીવ આ બધું સાંભળે છે. એ જીવ શાંત થવાથી સુભદ્રાને ઊંઘ આવી જાય છે. છ કોઠા કેમ તેડાય અને કઈ રીતે જીતાય તે બધી વાત સંભળાવી. બહેન હંકાર ભણતી નથી ત્યારે કૃષ્ણ પૂછે છે બહેન! ઉંઘ આવે છે! ત્યારે અંદર રહેલે જીવ કહે છે મામા! હું જાણું છું તમે સંભળાવો. ત્યાં કૃષ્ણ સમજી ગયા કે નક્કી આ મારા વૈરી જીવ લાગે છે. એટલે કેઠાની વિદ્યાની વાત બંધ કરી