________________
२०२
એ ગાયા આવી રહી હતી. બીજી ખાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી. ગાડીની વ્હીસલ પર વ્હીસલ વાગતી હતી પણ ગાયા ખસતી ન હતી. જેની રગેરગમાં અનુક’પાને ભાવ ભરેલા હતા. જેના અંતરમાં કરૂણા ભાવ હતા તેવા વિનામુનિનું હૈયું ધ્રુજી ઉડયું. કોઈ હિસાબે આ ગાયાને બચાવવાની ભાવના હતી. એટલે પેાતાના જાનની પરવા ન કરી. ગાયાને બચાવવા પ્રયત્ન કર્યાં. ગાયને બચાવી પણ લીધી. આ કામાં પેાતાના રજોહરણ ગાડીના પાટામાં પડી ગયા તે રજોહરણ લેવા માટે ગયાં. ભગવાન કહે છે સાધુ રજોહરણ વિના ત્રણ ફૂટથી દૂર જઈ શકે નહિ. અને ભૂલથી ચાલી જાય તે પ્રાયશ્ચિત્ત આવે છે. તેમજ જેનાથી છકાયની રક્ષા કરવાની છે તે રજોહરણ જૈન મુનિઆના ધ્વજ છે.
વિનામુનિ જયાં રજોહરણ લેવા જાય છે ત્યાં કારમી ટ્રેઇન ત્યાં આવી ગઇ. વિનાદમુનિ ટ્રેઈનના ઝપાટામાં આવી ગયાં. અ ંતિમ સમયે તેમના મુખમાંથી અરિહંત.... અરિહંત....શબ્દો સરી પડયા. ત્યાં ને ત્યાં તેમના પવિત્ર આત્મા પરલેાકમાં પ્રયાણ કરી ગયા. તે આજના શ્રાવણ સુદૃ ૧૨ને દિવસ હતા. આ દિવસે આ કુમળા ફૂલ જેવા ખાલ મુનિ શાસનના સિતારા ખરી ગયા. ટૂંક સમયમાં આત્મ સાધના સાધી ગયાં. જેએ દીક્ષા લઈ ને પેાતાની માતૃભૂમિમાં પણ આવ્યા નહિ. પોતાના માતા-પિતાએ તેા સાધુના વેશમાં પેાતાના વ્હાલસેાયા પુત્રનાં દર્શીન પણ કર્યાં નહિ. તેમને એ જ દુ:ખ થયું કે અમે અમારા પુત્રની દીક્ષાના લ્હાવા તા ન લઈ શકયાં પણ એનાં દન પણ ન કરી શકયા. મહાન પુરૂષોને જ ઉગ્ર પરિષહ આવે છે. ગજસુકુમારે દીક્ષા લીધી તે જ દિવસે ઉગ્ર પરિષહ આવ્યા અને સાધના સાધી ગયાં. ખધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલ્યા, ખીજા ખધક મુનિને તેના બનેવીએ જીવતાં ચામડી ઉતરાવી. આવા ઘેાર પિરહેા પડચાં પશુ સમભાવથી કામ કાઢી ગયાં. અક્ષય નીવિયં મા પમાય ” એ સૂત્ર જીવનમાં વણીને જીવનની ક્ષણિકતા બતાવી ગયાં. એમને વિરાણી કુટુંબ ઉપર જ નહિ પણ સારા જૈન સમાજ ઉપર ઘણા ઉપકાર છે. આવા ગુણવાન આત્માના જીવનનું પુણ્ય સ્મરણ કરી આપણે પણ એમના જેવા ગુણ્ણા જીવનમાં અપનાવીએ તા જ આપણે તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. સર્વ ભાઇ-બહેના સારા સારા વ્રત–પ્રત્યાખ્યાન કરજો. ત્યાં સુધી કહેવાણું. વિશેષ ભાવ અવસરે કહેવાશે.