________________
૨૦૮
આ સાંભળી પેલો ખેડૂત પોકે રેવા બેઠો. એનું કારણ તમે સમજ્યા? (હા-પેલા બધા પાંચીકા ઉડાડી મૂકયા ને?) જે એક પાંચીકાની આટલી બધી કિંમત છે તે બધા જ મારી પાસે હોત તો કેટલા પૈસા મળત! દુનિયામાં દરેક જીની આવી જ દશા છે. જે મળ્યું છે તેમાં આનંદ માણી શકતા નથી. અને ગયું તેની ચિંતા કરીને રડે છે.
એક વખત એક રાજાની સ્વારી નીકળી. એક ગરીબ માણસ રાજા પાસે આવ્યા. અગાઉના રાજાએ ન્યાયી, ઉદાર ને દયાળુ હતા. એ પ્રજાની ફરિયાદ સાંભળતાં હતાં. અને તેના દુઃખ દૂર કરતાં હતાં. અત્યારની જેમ પ્રજાને ચૂસતા ન હતાં. રાજા પૂછે છે ભાઈ! તને શું છે ! ત્યારે કહે છે સાહેબ! હું ગરીબ માણસ છું. આ ધાબળા વેચીને ગુજરાન ચલાવું છું. આ સાલે શિયાળે પૂરો થયો પણ મારો એક પણ ધાબળે ખ નથી. હવે ઉનાળે આવી ગયે. અને મારા ધાબળા ન ખપ્યા. એ ધાબળા ન વેચાય ત્યાં સુધી વેપારીને પૈસા કયાંથી આપું? હવે એ પૈસા ન આપું ત્યાં સુધી મારા માથે વ્યાજ ચઢે છે. એ વ્યાજ સહિત પૈસા ક્યાંથી ભરીશ? એ ચિંતાથી હું ઉદાસ છું. રાજા પૂછે છે તારી પાસે કેટલા ધાબળા છે? તે કહે છે પચાસ. ઠીક. તારા ધાબળા હું વેચાવી આપીશ તું ચિંતા ન કરીશ.
બીજે દિવસે રાજાએ સભામાં એડર છોડે કે આવતી કાલે સભામાં આવનાર પ્રધાનથી માંડીને મોટા પેદાર માણસોને કેરે ને કોરો, જેની ઘેડ પણ ન ઉકેલી હોય, એ ધાબળો ઓઢીને આવવાનું છે જે ધાબળા ઓઢીને નહીં આવે તે નેકરી પરથી ઉતારી નાંખવામાં આવશે. રાજાના અધિકારીઓ વિચારમાં પડ્યા. અત્યારે ઝીણા કપડાં પહેરતાં પણ પરસેવે રેબઝેબ થઈ જવાય છે તે ધાબળા કેમ ઓઢાય? રાજાએ આવો ઓર્ડર કેમ છોડ હશે? રાજાનું ફરમાન એટલે ફરમાન એમાં કેઈનું કંઈ ચાલે નહિ. રાજાના ફરમાન પાસે તમે બધા સીધા ચાલે છે. પણ અમે જે એમ કહીએ કે મુહપત્તિ બાંધ્યા વિના કોઈએ આ હેલમાં આવવાનું નહિ તે તમે એ વાત કબૂલ નહિ કરે. - આ બધા અધિકારીઓ પાસે તદ્દન નવા ધાબળા તે કયાંથી હોય! સૌ નવા ધાબળા ખરીદવા બજારમાં જાય છે. ત્યાં પેલા ગરીબ માણસની નાનકડી દુકાન છે. એક જણ ત્યાં ધાબળે ખરીદ કરવા આવ્યા. પૂછયું ભાઈ ! ધાબળાની શું કિંમત? તે કહે પચાસ રૂપિયા. પછી તે એકબીજાને ખબર પડતાં ધાબળા માટે રેડ પડી. જેમ જેમ ઘરાકી વધતી ગઈ તેમ તેમ પેલા ગરીબ વેપારીની ભૂખ વધતી ગઈ. પહેલા ત્રણ-ચાર જણને પચ્ચીસ રૂપિયે ધાબળા આપી. પછી પચાસે. એમ કરતાં વધીને સો રૂપિયે કેટલાંને આપ્યા. હવે છેલે પ્રધાન આવ્યો. પ્રધાન પૂછે છે ભાઈ ! ધાબળે છે! તો કહે છે હવે તો ખલાસ થઈ ગયાં. પ્રધાન કહે છે ગમે તેમ કર પણ મને ધાબળે લાવી આપ.