________________
૨૯
મરણના ફેરા ટળી ગયા છે ખરા? શુ તેને નરકે જવું પડતું નથી ? વિચાર તા કરી નરકથી તે ધમ જ મચાવશે પણ નાણાં નહી' મચાવે.
ભગવાને ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણે ત્રણ પ્રકારનાં પુરૂષો બતાવ્યાં છે. (૧) કર્મીપુરૂષ (ર) ભેાગપુરૂષ (૩) ધર્મ પુરૂષ.
જે પુરૂષ પેાતાના જ પરાક્રમથી રાજ્ય મેળવે છે તેને કમ પુરૂષ કહેવામાં આવે છે. વાસુદેવ એ ક પુરૂષ છે. તે પેાતાના પરાક્રમથી જ રાજ્ય ઉપર પેાતાનું પ્રભુત્વ જમાવે છે. તેઓ ૩૬૦ સંગ્રામ કરે છે, અને ભરતક્ષેત્રના ત્રણે ખડ ઉપર પેાતાનું પ્રભુત્વ જમાવે છે. એ મહાન પુરૂષા કેવા હેાય છે. તેનું વર્ણન શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે. વાસુદેવ અને ખળદેવના શરીર ઉપર ૧૦૮ શુભ લક્ષણેા હાય છે. ૧૦ લાખ અષ્ટાપદનુ મળ મળદેવમાં, વીસ લાખ અષ્ટાપદનું ખળ વાસુદેવમાં હાય છે. એક ક્રોડ મના ભારે પથ્થર વાસુદેવ એક કાંકરાની જેમ ફગાવી દે છે. એટલે એની એવી પ્રચંડ શક્તિ હાય છે કે જેની સામે કોઈ દુશ્મન ટકી શકતા નથી, એના શરીરમાં કોઈ દિવસ રાગ આવતા નથી. એવી વાસુદેવની પુણ્યાઈ હાય છે. જ્યારે આજે તા ઘેર ઘેર ખાટલા ને ખાટલા સૂકાતા જ નથી, છાશવારે ને છાશવારે માંદા. આજે માથુ દુખે તેા કાલે પેટમાં દુખતું હાય. સામવારે સાજા હાય ને મંગળવારે માંદા, પહેલાનાં માણસા રાત્રે સૂઈ જાય ત્યારે જ ખાટલા ઢાળતાં હતાં. અને અત્યારે તા ફેશનમાં પલંગ ઢાળેલાં જ પડચાં હાય. સ્હેજ નવરા પડે એટલે સીધા પલ`ગમાં પડે જેમ ચિડ દેખે ને ભેંસને આળેાટવાનુ` મન થાય તેમ તમને સ્હેજ નવરાશ મળી કે પલંગમાં આળોટવાનુ મન થાય. આ તમારા મેાજશેખ અને એશઆરામ જ તમારુ ચારિત્ર લૂટી રહયા છે. પહેલાનાં માણસે દિવસભર કામ કરતા હતાં. શથીરને ખૂબ શ્રમ પડતા હતા એટલે એમની ઈન્દ્રિયે બેફામ બનતી ન હતી. શરીરમાં કોઇ રોગ આવત નહિં. શરીરમાં વિકારા વધતાં ન હતાં. કહેવાના આશય એ છે કે વાસુદેવની એટલી બધી પુણ્યાઈ હતી કે જન્મથી લઈને મરણુ સુધી તેમના શરીરમાં કોઈ પણ જાતના રાગ આવતા નહિ.
વાસુદેવ અને ખળદેવ પાસે એક રથ હાય છે. એ રથ પણ એવા જથ્થર હાય છે કે એ રથની સામે દુશ્મનનું સૈન્ય ઉભું હાય અને એ રથની ખાલી ઉતારી નાંખવામાં આવે તા એના તેજથી સેના ભાગી જાય. શાસ્ત્રમાં બ્રહ્મચય ને બત્રીસ ઉપમાઓ આપવામાં આવી છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ભગવંતે ફરમાવ્યુ' છે કે સ` રથામાં પ્રભાવશાળી અને મેાટે કોઈ રથ હાય તા કૃષ્ણ મહારાજાના સંગ્રામક રથ છે. તેવી રીતે સર્વ ધર્માંમાં બ્રહ્મચય ધર્મ એ સૌથી શ્રેષ્ઠ છે. કૃષ્ણ વાસુદેવના સંગ્રામક રથની જેમ પ્રાચ એ શ્રેષ્ઠ છે. તેથી બ્રહ્મચર્યને વાસુદેવના રથની ઉપમા આપવામાં આવી છે.