________________
અમે બંને છી-ભર છીએ. પણ ભાઈ-બહેનના સંબંધથી રહીએ છીએ. આ રીતે અમારે પ્રતિજ્ઞા છે. બરાબર છ મહિનાથી અમે આ રીતે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. ત્યાં રાણી કહે છે ધન્ય છે તમને! આ ઉગતી યુવાનીમાં બ્રહ્મચર્ય પાળવું હેલ નથી. રાણીએ ખુશ થઈને પિતાના કંઠમાં રહેલે કિંમતી હીરાને હાર આ બંનેના કંઠમાં પહેરાવી દી. અને રાજાને આ વાતની જાણ કરી. ત્યાં રાજા પણ બંનેના ચરણમાં નમી પડ્યો. અને એનું બહુમાન કરી જવાની રજા આપે છે. આ છોકરો પેલા મુસલમાનને બે હજાર રૂપિયા આપે છે ત્યારે મુસલમાન કહે છે દિકરા ! ધન્ય છે તને બે હજાર રૂપિયાને ખાતર તે નાની ઉંમરમાં બ્રહ્મચર્યનું પાલન કર્યું. મારે હવે એ પૈસા નથી જોઈતા. તે બ્રહ્મચર્યનું શુદ્ધ ભાવથી પાલન કર્યું. મારા પૈસા વસુલ થઈ ગયા.
બંધુઓ ! તમારા દિલમાં ઉમી જગાડજો. એક અહો-રાત્રિનું બ્રહ્મચર્યનું પાલન કરે તેને ૧૮૦ ઉપવાસને નફે થાય છે. મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે. સમય થઈ ગયો છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.
૩૧
રક્ષા બંધન
શ્રાવણ વદ ૧ ને સોમવાર તા. ૧૭–૯-૭૦
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! ચાતુર્માસ એ આત્મ કલ્યાણની એસમના પવિત્ર દિવસ છે. આજનો દિવસ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. અગ્નિ ઉપર સખે ચઢી હોય તો ફૂંકણી મારી કાઢી નંખાય છે. તેવી જ રીતે ધર્મભાવનાઓ ઉપર થકી ગયેલી રાખને કાઢવા માટે પર્વો ફૂંકણું રૂપ છે. હિંદુ ધર્મનું આજે ધાર્મિક પર્વ છે. જેનું નામ છે બળેવ. ક્ષત્રિને મન દશેરા, વૈને મન દિવાળી, અને શુદ્રોને મન હળી તહેવાર છે તેવી જ રીતે બ્રાહ્મણને મન બળેવને મહિમા છે. સંવત્સરી જેમ જૈનેને મન આલેચનાનું પર્વ છે. તેવું બ્રાહ્મણોને માટે બળેવનું પર્વ છે. વર્ષ દરમ્યાનના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જેનેની સંવત્સરી પહેલાં વીસ દિવસે આ પર્વ આવે છે. બળેવના શિવસે બ્રાહણે દરિયા કિનારે અગર નદીએ જઈ બદલવા જાય છે. આજની જઈ અને આગળની જઈમાં ઘણે તફાવત છે.