________________
બને તે બે વર્ષ-પાંચ વર્ષ જેનાથી જેટલા અંશે પાળી શકાય તેટલી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે પણ કામગ ઓછા કરે. બદામપાક અને અડદિયામાં જે તાકાત નથી તે તાકાત બ્રહાચર્યમાં છે. રાજકોટનું નામ રાજગૃહી નગરી છે.
અમે મુંબઈ કાંદાવાડી ચાતુર્માસ હતાં ત્યારે પંદરમી ઓગષ્ટના દિને એક સાથે સજોડે એકાવને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. અને અહીં તે પંદરમી ઓગષ્ટને દિન કાલે ગયે પણ રાજકોટને એક પણ રાજપૂત જા નથી. તમને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનું મન થતું નથી. કંઈ નવીન ચીજ જુઓ તે લેવાનું મન થઈ જાય છે. કોઈ અમેરીકન ગાડી જુઓ તે એમ થાય છે કે આની આગળ મારી ફીયાટ ગાડી તો ડબલા જેવી લાગે છે. હું પણ આવી ગાડી વસાવું. કેઈના સારા દાગીના કે કપડાં જોઈ એના જેવા વસાવવાનું મન થાય છે પણ અમારે ત્યાં આવા નાના નાના મહાસતીજીઓને જોઈને દીક્ષા લેવાનું મન કેમ નથી થતું? - આ સતીજીએમાં કંઈક તમારા ગામનાં જ હશે. તમારા મેળામાં ખેલતી બાલિકાઓ સંયમના માર્ગે જઈ સાધ્વી બનીને તમને ઉપદેશ આપે છે કે કામ છોડે. તમને લજજા નથી આવતી? (હસાહસ). ભગવાનને શ્રાવક એક હુંકારે ઉભે થઈ જવો જોઈએ. કામાગો છોડશે તે મરી નહિ જાવ. પણ વધુ જીવશે. જેટલા અંશે બ્રહ્મચર્યનું પાલન કરશે તેટલા અંશે લાભ છે.
અહીં આ બે માણસો અણીશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. અહીં મુસલમાન જોવા આવવાને નથી પણ પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. બંને માણસો એ જ વિચાર કરે છે કે મુસલમાને આપણા ઉપર કેટલે ઉપકાર કર્યો? કે આપણે મહાન વ્રતનું પાલન કરી શકીએ છીએ. આ બંને માણસો વાતો કરે છે, ત્યાં રાણીને પણ વિચાર છે કે માને ન માને પણ આ બંને કોઈ નિકટનાં સ્નેહી છે. એ કોણ છે એ આપણે જાણવું જોઈએ.
એક દિવસ બંને જણા પરસ્પર એક બીજાનું દિલ ખોલીને વાત કરી રહ્યાં છે રાણી સંતાઈને એમની વાત સાંભળે છે. આ બે જણ કહે છે કે આપણે બંનેને ૫૦-૫૦ રૂપિયા પગાર છે. આપણે હજુ દશવર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીએ ત્યારે બે હજાર રૂપિયા ચૂકવી શકાય. પત્ની કહે છે સ્વામીનાથ! તમે મન નબળું ન કરશે. આ વ્રતનું પાલન કરવામાં જિંદગી ખતમ થઈ જાય તે પણ શું? મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું. આપણી પ્રતિજ્ઞાનું અણીશુદ્ધ પાલન થાય એ જ મારે મન આનંદ છે. આ શબ્દ રાણીએ સાંભળ્યા. પાસે આવીને કહે છે તમારે બંનેને શું સગાઈ છે? તે કહે છે અમે બંને મિત્રો છીએ. રાણી કહે છે તમે ખોટું બોલે છે. મેં તમારી બધી વાત સાંભળી છે માટે જે હોય તે સાચું બલી જાવ ત્યારે સત્ય હકીક્ત રજુ કરે છે,
શા. ૨૯