________________
૨૨૩
કમેં એ ઘેરો ઘાલ્યો કે આ છોકરે ૧૮ વર્ષને થતાં બાપને ધંધામાં એવી બેટ આવી ગઈ કે માલ-મિલકત બધું ખટમાં ખપી ગયું. બાપને ખૂબ આઘાત લાગે છે કે શું કરીશ! આ કરજ ક્યાંથી ભરીશ ! આ આઘાતમાં બાપ મરી જાય છે. ૧૮ વર્ષના છેકરાને માથે બધે ભાર આવી જાય છે. દુકાન ગઈ પિસો ગયે ને ધંધે પણ ગયે. આ નિરાધાર કરો કરીને માટે ફાંફા મારે છે. તે કઈ કરી રાખતું નથી.
જ્યારે માણસના પાપ કર્મને ઉદય થાય છે ત્યારે વહાલાં પણ વેરી થઈ જાય છે. કર્મ જેટલાં ખેલ ન ખેલાવે તેટલાં ઓછા. આ છોકરે કર્મના ઉદયે ખૂબ દુઃખી થયે. જેમ તેમ કરીને માંડ માંડ નેકરી મળી અને મા-દિકરાનું ગુજરાન નભે છે.
હવે આ દિકરાની મા વેરાઈને ઘેર કહેવડાવે છે કે તમારી દિકરીનાં લગ્ન કરે. કરીના માતાપિતા કહે છે છોકરાને બાપ ચાલ્યા ગયે છે અને એ લોકો ગરીબ થઈ ગયાં છે માટે મારે તેવા ભિખારીને કન્યા નથી દેવી. છોકરી કહે છે કે માતા-પિતા ! એ એમનાં કર્મોદયથી ગરીબ થઈ ગયાં છે. તેમાં તમે મને પરણાવવાની ના પાડો છે એ સારું ન કહેવાય. તમે મારો વિવાહ ફેક ના કરશે. હું તેની સાથે જ પરણીશ. આ જન્મમાં મારે બીજો પતિ ન જોઈએ. છોકરીએ ખૂબ હઠ કરી એટલે મા-બાપને પરણાવ્યા સિવાય છૂટકો જ ન હતું. પરણાવવાની હા પાડી પણ આડકતરી રીતે છોકરાને હેરાનગતિ કરવા માટે ન કીમિયે શોધે. અને જમાઈને કહેવડાવ્યું કે જે મારી દિકરીને પરણવી હોય તે બે હજાર રૂપિયા રોકડા આપી દે. તે મારી દિકરીને પરણવું. આ ગરીબ છોકરે બાજુમાં પાડેશીને ઘેર જઈને ખૂબ રડે છે. આ પાડોશી મુસલમાન છે. એ જાતે મુસલમાન હતો પણ એનું દિલ મુસલમાનનું ન હતું. છોકરાને પૂછે છે ભાઈ ! તું કેમ રડે છે? આ છોકરો પોતાની બધી કહાણું કહે છે. આ મુસલમાનને જૈન મુનિને સમાગમ થયેલ હતું. એણે જૈન ધર્મ અપનાવે છે એટલે આ છોકરાને કહે છે ભાઈ ! તું રડીશ નહિ. હું તને બે હજાર રૂપિયા આપું છું. મારે એનું વ્યાજ પણ જોઇતું નથી. પણ તારે મારી એક શરત કબૂલ હોય તે આપું. શું શરત છે? તે મુસલમાન કહે છે લગ્ન કર્યા પછી તારી જાતે કમાઈને જ્યાં સુધી તું બે હજાર રૂપિયા મને ન આપે ત્યાં સુધી તમે બંને જણાએ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. જે આ શરત કબૂલ હોય તે બે હજાર રૂપિયા લઈ જા. આ મુસલમાન પોતે પણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાવાળો છે.
આ છોકરાએ શરત મંજૂર કરી. બે હજાર રૂપિયા લઈને સસરાને આપ્યાં. હવે તો દિકરી પરણાવવી જ પડે. આ દિકરીને એના માતા-પિતાએ પરણાવી. દિકરી પરણીને સાસરે આવે છે. એ સમજે છે કે મારા પતિની સ્થિતિ કેવી છે. અહીં એને પતિ એની સાથે વાતચીત કરે છે પણ અમુક બાબતમાં એને પ્રેમ એ દેખાય છે ત્યારે