________________
રા
માટે એનું ગાથાપતિ રત્ન ચમ રત્નને પૃથ્વીના આકારે બનાવી તેના ઉપર ચાવીસ પ્રકારનુ ધાન્ય અને બધી જાતના મેવા-મસાલા-શાકભાજી. વિગેરે દિવસના પહેલા પહેારે વાવે છે. બીજા પહેારે પાકી જાય છે. ત્રીજા પહેારે તૈયાર કરી ચેાથા પહારે ચક્રવતિને ખવડાવી દે છે. આવી ચક્રવતિની ઋદ્ધિ હેાય છે. આ શાસ્ત્રની વાત છે. પણ આજે જેટલી શ્રદ્ધા તમને વિજ્ઞાન ઉપર છે તેટલી ભગવાનના વચન ઉપર નથી. ભગવાને વર્ષોં પૂર્વે જે વાત કહી હાય છે તેને જ્યારે વિજ્ઞાન સિદ્ધ કરે છે ત્યારે તમને શ્રદ્ધા બેસે છે, આ પૃથ્વી ઉપર પુણ્યશાળી પુરૂષાને સોંસારની કોઈ પણ વસ્તુ દુર્લભ હેાતી નથી.
पदे पदे निधानानि, योजने रसकापका । भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुंधरा ॥
બંધુએ ! આ પૃથ્વીનું નામ વસુંધરા છે. વસુ એટલે ધન. આ પૃથ્વીના પેટાળમાં વિપુલ ધન સમાયેલું છે. કિંમતી રત્ના પણ પૃથ્વીમાં છુપાયેલા છે. આજે સેતુ અને ચાંદી કયાંથી આવે છે? હીરા, પન્ના આઢિ ઝવેરાત તમને કયાંથી મળે છે? આ બધી પૃથ્વીની ભેટ છે. પૃથ્વી ઉપર પગલે પગલે ખજાના, અને યાજને યાજને રસની ક્રુપીકાઓ રહેલી છે. પણ જે પુરૂષા પુણ્યવાન છે તેમને એ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. પુણ્યહીનને એ ચીજો મળતી નથી. પુણ્યવાનને માટે કોલસા પણ હીરા ખની જાય છે. અને પુણ્યહીનને માટે હીરા પણુ કાલસા ખની જાય છે. બીજા ભાગપુરૂષ ચક્રવર્તિ તે। મહાન પુણ્યશાળી હાય છે. તેનાથી પણ અધિક બળવાન અને શક્તિશાળી પુરૂષ એ ધ પુરૂષ છે.
ત્રીજા નખરમાં ધ પુરૂષ આવે છે. ધમ પુરૂષ અરિહંત ભગવત-તીર્થંકર પ્રભુ જ હાઈ શકે છે. તીથ કર પ્રભુ કાઈને પેાતાની શક્તિથી કષ્ટ આપતાં નથી. તે સંસાર ત્યાગીને સાધુ બની જાય છે. તીથ કર જન્મથી જ બળવાન હેાય છે. જન્મ સમયે ઈન્દ્રો પ્રભુને સ્નાન કરવા લઈ ગયા ત્યારે એક અંગુઠે મેરૂ પર્વત ડાલાવી દીધેા. એના ખળમાં શું કમીના હાય! તીર્થકર ભગવંત ત્રણ ખંડ કે છ ખંડના અધિપતિ નહી. પણ તે ત્રણે ભુવનના સ્વામી છે. ત્રણે ભુવનનું રાજ્ય મેળવવા માટે અકિંચન-અણુગાર બનવું પડે છે. જે ભૌતિક સુખના ત્યાગ કરે છે તેને જ ત્રણે ભુવનનું રાજ્ય મળે છે. તીથંકરના અતિશયા-સમાસરણુ આ બધી વાતે તમે સાંભળી છે પણ હજી તમને શ્રદ્ધા નથી.
દેવાનુપ્રિયા ! જ્યારે ભગવાનનાં વચને તમને રૂચશે ત્યારે તમે આ પેટી ભરવા માટે દોડાદોડ નિહ કરા. ભૌતિક ઋદ્ધિ તા પુણ્યથી મળે છે. ચક્રગતિ અને વાસુદેવની ઋદ્ધિનુ' વર્ણન તમે સાંભળ્યું ને! પણ ઋદ્ધિ ગમે તેટલી હેાય પણ જ્યારે દુકાળ પડે છે ત્યારે હીરા-માણેક-મેાતી કે પૈસા કામ આવતાં નથી. ચાહે ચક્રવતી હાય કે સમ્રાટ હાય પણ કોઈએ હીરા કે પન્નાના રોટલા હજી સુધી ખાધા હાય તેવું સાંભળ્યુ નથી.