________________
જ્યારે છપની દુકાળ પડે ત્યારે તેને ખાવા અનાજ ન રહ્યું. તે વખતે એક શ્રીમંતની દિકરી, એના નાના નાના બાળકે ભૂખથી તરફડી રહ્યાં છે. ભૂખ ભૂખના પિકારે ચારે તરફ સંભળાઈ રહ્યાં છે. તે સમયે આ છોકરી આંસુભરી આંખે પિતાને ઘેર આવે છે. અને કહે છે બાપુજી! આ બે મુઠી સાચા મોતી લાવી છું. એ બે મુઠીના બદલે મને બે મુઠી જાર આપો. પુત્રીની કરૂણ કહાણી સાંભળી પિતાનું હૃદય ભરાઈ ગયું અને કરૂણ સ્વરે કહે છે બેટા ! તું તે બે જ મુઠી મેતી લાવી છે પણ હું તને દશ મુઠી મતી આપું તેના બદલામાં તું મને એક મુઠી જુવાર લાવી આપ. બોલેપૈસાનું જ મહત્વ હોય તે આવા સમયે પૈસા ખાવા કેમ કામ લાગતા નથી? પાસે હીરા ને મોતી નહિ હોય તે માણસ ભૂખે નહિ મરે પણ અન્ન નહીં હોય તે ભૂખમરે થશે.
પેટમાં જેટલું હશે તે માણસને ધર્મધ્યાન કરવું પણ ગમશે. પણ જે પેટમાં ભૂખ હશે તે માણસ કંઈ નહિ કરી શકે. કામમાં એનું ચિત્ત લાગશે નહિ અને પ્રભુના નામમાં પણ એનું મન લાગશે નહિ. કહેવત છે ને કેઃ “મૂવે મગર રાય જાજા.” ભૂખે માણસ કંઈ જ કરી શકતું નથી. જ્યારે ભૂખ કડકડીને લાગી હય, કેઈ ભેજન આપનાર ન હોય ત્યારે પૈસાની કિંમત નહિ પણ ભેજનની કિંમત અંકાય છે.
બંધુઓ ! તમને જે કંઈ મળ્યું છે તે પૂર્વના પુણ્યથી મળ્યું છે તેથી તમે જલસા કરી રહ્યા છે. પણ આ ભવમાં કંઈ જ કરશે નહિ તે આવતા ભવમાં તમારું શું થશે? કોઈ ગરીબ, દુઃખીને જોઈ તમે એ વિચાર ન કરશો કે એના કર્મો એ ભગવે છે. એમાં આપણે શું કરીએ? એ ભલે એના પાપ ભોગવે છે પણ સાથે તમારે ધર્મ શું છે ! એને વિચાર કરજે. ભગવાન મહાવીર સંસાર ત્યાગીને સાધુ થયાં તે પહેલાં એક વર્ષથી સવારથી સાંજ સુધી અખંડ દાન દેતા હતાં. તેમનાં દ્વાર ખુલ્લા રહેતા હતાં. કોઈ પણ આવે તે કોઈ પ્રભુ પાસેથી ખાલી હાથે જતો ન હતો.
ભગવાને ચાર રસ્તા બતાવ્યાં છે. દાન-શિયળ–તપ અને ભાવ. સંપત્તિ મળી હોય તે સારા માર્ગે તેને વ્યય કરે પણ વ્યસનેમાં તેને વેડફી નાંખશે નહિ. બ્રહ્મચર્ય પાળવામાં મનની મક્કમતા જોઈએ. ચારિત્ર એ મનુષ્યને સાચે શણગાર છે. જેમ માણસને વસ્ત્ર વગર ચાલતું નથી. વસ્ત્રથી શરીરની મર્યાદા સચવાય છે. તેમ ચારિત્ર ન હોય તે જીવનની કઈ કિંમત નથી.
ચારિત્ર વિષે એક બનેલી કહાણી કહું છું. એક કુટુંબ બહુ ધનાઢય પણ નહિ અને ગરીબ પણ નહિ એવી મધ્યમ સ્થિતિ છે. ખાઈ પીને આનંદ કરે છે. તેવા માતા-પિતા પોતાના પુત્રની સગાઈ કરે છે. કન્યાના મા-બાપ પણ મધ્યમ છે. પહેલાના જમાનામાં તે નાનપણમાં સગાઈ કરી દેતા હતાં. છોકરાના બાપને ગેળને વેપાર છે.