________________
પ્રમાદ નડે છે. આ ધમાલ, રગડા-ઝગડા અને પરિગ્રહ આ બધું પ્રમાદને કારણે જ છે ને? દેશને અંગે પણ કહેવાય છે ને કે પ્રમાદ ન હેત તે હિંદની આ દશા ન હેત. આત્મકલ્યાણમાં પણ પ્રમાદની બેડી નડતર રૂપ છે. તેને તેડવી જોઈએ. અને પ્રમાદ – કલેશ કુસંપની હેળી કરવી જોઈએ. આ વરતુને સમજીને સાચી સ્વતંત્રતા મેળવવાને પ્રયત્ન કરો.
જ્ઞાનાવરણીયની બેડી તેડવા શ્રતને અભ્યાસ કરે. દર્શન મેહનીયની બેડી તેડી સમકિતને સુદઢ કરો. અવિરતિની બેડી તેડી વિરતિને વરે. ચેાથેથી પાંચમે ગુણસ્થાને આવે. અને દેશવિરતિ બને. એથી આગેકૂચ કરી છે આવીને સર્વવિરતિ બને. ત્યાંથી આગળ વધી સામે આવી પ્રમત્ત અવસ્થાની બેડી તેડી અપ્રમત્ત બને. આવી ઉચ્ચકક્ષાને કેળવીને તેરમે ગુણસ્થાને આવી આત્માની સાચી આઝાદી મેળવે. પછી કહે કે હું સ્વતંત્ર બન્યા. દુનિયાના અજ્ઞાન જીવોને સાચી સ્વતંત્રતાનું ભાન નથી. એટલે જ્યાં ને ત્યાં ભટકે છે. તેરમેથી ચૌદમે જાય ત્યાં તે યુગનું બંધન પણ તૂટી ગયું. એટલે શાશ્વત સ્વતંત્રતા છે. એ આવ્યા પછી કદી નષ્ટ થતી નથી. અહીં આવ્યા પછી જન્મ – જરા ને મરણ પણ નથી. એમ સમજ કર્મની પરતંત્રતાને જડમૂળથી નાશ કરે.
આજે તે સ્વતંત્રતા જોઈએ છે ને સ્વચ્છેદે વધતા જાય છે. મહાત્મા ગાંધીજીને આજે તમે યાદ કરે છે પણ એનાં આદર્શો જીવનમાં અપનાવ્યા છે ખરા! એમણે કઈ દિવસ સીવેલું કપડું પહેર્યું નથી. ફસ્ટ કલાસની મુસાફરી કરી નથી. જીવન પણ સાદું ને સ્વાવલંબી. સ્વાવલંબી. સ્વાદિષ્ટ ભોજન પણ ખાધા નથી. અને તમારે તે પૈસો વધે એટલે ઠઠારાને પાર જ નહિ. થર્ડ કલાસમાં મુસાફરી કરાય જ નહિ. કપડાં ધાબીના ઘરનાં ગમે નહિ. એ તે શીંગ કંપનીમાં જોયેલાં કપડાં જ ગમે. અને સ્વાદિષ્ટ ભજન જોઈએ નેકર અને ઘાટી વિના તો ચાલે જ નહિ. આ બધી સ્વચ્છંદતા નહિ તે બીજું શું? ભગવાને બ્રહ્મચર્ય પાલનને ઉપદેશ આપે છે. જે એનું પાલન કર્યું હેત તે સંતતિ નિયોજન લાવવાની જરૂર ન પડત. આજે સંતતિ નિયાજનના બહાને કેટલે વ્યભિચાર વળે છે! ચારિત્રનું નામનિશાન ન મળે. આજની સરકાર જ્યાં ને ત્યાં મચ્છી ઉદ્યોગ અને કતલખાના ખેલવાને પૂરજોશમાં પ્રચાર કરે છે. ત્યાં સાચી સ્વતંત્રતા કયાંથી મળે?
બંધુઓ! સાચી સ્વતંત્રતા મેળવવા માટે આ તપશ્ચર્યાનાં દિવસે ચાલી રહ્યાં છે. માસખમણના માંડવડા નંખાઈ ચૂક્યા છે. જેને બેસવું હોય તે આ મંડપમાં બેસી શકે છે. આપણા પરમ પિતા મહાવીર પ્રભુએ બે માસી, છ માસી આદિ અઘેર તપ કરી આત્માની આઝાદી મેળવી. આપણે પણ એવી આઝાદી મેળવવી છે.
ભૃગુ પુરોહિતના બે પુત્રોને પણ આત્માની આઝાદી મેળવવાની લગની લાગી છે. શા ૨૮