________________
કે આ સોનાને ડબ્બે કંઈ ઉકરડે નાંખવાને હેય! આમાંથી તે મારા દાગીના બનાવાય. અહીં તે શ્રાવિકા પણ એવાં હતાં જ્યાં એના પતિને હુકમ થયે ત્યાં સોનાને ડબ્બો માટીના હાંડલાની જેમ ફેંકી દીધે. જુઓ ! ભગવાનનાં શ્રાવકો કેવાં હેય? અનીતિની એક પણ પાઈ એને ખપતી ન હતી. જ્યારે અનીતિના કેટલા રૂપિયા તમારા પિટમાં હજમ થઈ જાય છે. આ અન્યાય-અનીતિ અને અધર્મના કારણે જ જીવ કર્મનું બંધન કરતાં જાય છે. અને કર્મની ગુલામી નીચે દબાતે જાય છે.
કર્મની કનડગતે જાય ત્યારે સાચી સ્વતંત્રતા આવે છે. મૂળ આઠ કર્મો છે. તેમાં ચાર ઘાતી છે અને ચાર અઘાતી છે. તેમાં સૌથી પ્રથમ નંબર જ્ઞાનાવરણીય કર્મને છે. જ્ઞાનાવરણીય કર્મ અનંત જ્ઞાન ગુણ રેકો છે. જ્ઞાનાવરણીને બીજો ભાઈ દર્શનાવરણીય છે. એ તો મહાન જબરો છે. એ જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. દર્શનાવરણીય કમે અનંત દશન ગુણને રોકે છે. મોહનીય કર્મ મૂંઝવે છે. અને અંતરાય કર્મ અનંત દાન-અનંત લાભ-અનંત ભેગ અને અનંત વીર્યમાં આડે આવે છે. પાસે કોડ રૂપિયા હોય પણ દાન કયારે દેવાય ? અંતરાય કર્મની સત્તા તૂટે ત્યારે ને?
જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન થાય. આ ચાર ઘાતી કમેં ગયા એટલે સાચી સ્વતંત્રતા આવી જ સમજે ને! નામ કર્મ અને આયુષ્ય કર્મથી નુકશાન શું છે? ઉલટું આવી દશાને પામેલાનું આયુષ્ય જે લાંબુ હોય તો લાખ જીવનું કલ્યાણ થાય. શ્રી ઋષભદેવ ભગવંત જે કરી શક્યાં તે ભગવાન મહાવીર ન કરી શક્યાં. કારણ કે તેમનું આયુષ્ય ટૂંકું હતું. ફક્ત સાડી–એગણત્રીસ વર્ષ જ તેમની સાધનાને સમય. જ્યારે ઋષભદેવ ભગવાનની સાધનાને સમય એક લાખ પૂર્વને હતે. એટલે એમના આયુષ્યથી કોડ અને લાભ થશે. કહેવાનો આશય એ છે કે અઘાતી કર્મો જીવને નુકશાન કરતાં નથી. ફક્ત આત્માનું અહિત કરનાર હોય તે ચાર ઘાતી કર્મો જ છે. એ ચાર ઘાતીને નાશ થયે કે તેરમે ગુણરથાને જીવ જાય છે. અને કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી સાચી સ્વતંત્રતા મેળવે છે. બાકી સમજણ વિના ગમે તેટલી મહેનત કરશો તે પણ સ્વતંત્રતા મળવાની નથી. સાચી સ્વતંત્રતા મેળવનાર અને અપાવનાર સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી કહે છે તમે સત્ય વસ્તુને સમજે. એને એ સમજ્યા પછી એને મેળવવાની શક્તિ કેળ અને આગેકૂચ કરે.
મિથ્યાત્વ-અવ્રત–પ્રમાદ-કષાય અને અશુભગ એ પાંચ કર્મબંધના કારણ છે. મિથ્યાત્વ ટળે તે સમ્યક્ત્વ આવે, અવિરતિના બંધન તૂટે તે વિરતિભાવ આવે, અવિ રતિની બેડી તેડવા પ્રમત્તાવસ્થાની બેડી તેડવાની છે. આજ સુધી પ્રમાદથી જ પાયમાલી થઈ છે. ભણવામાં પ્રમાદ હોય તે જ્ઞાન ન મળે. બજારમાં પ્રમાદ ન થાય. આત્મકલ્યાણમાં જ