________________
શકે
સિદ્ધ દશા એટલે સાચી સ્વતંત્રતા. જ્યાં સુધી જીવ સંસારમાં રખડે છે ત્યાં સુધી એ પરતંત્ર જ છે. તમારે તે સંસારમાં રહેવું છે અને સ્વતંત્ર બનવું છે. હસવું છે અને લેટ પણ ફાકે છે એ કયાંથી બને? અગ્નિમાં વસવું છે અને બળવું નથી. ચૂલામાં હાથ નાંખવે છે ને શીતળતા જોઈએ છે. એ બની શકે તેમ નથી. કારણ કે પરસ્પર વિરોધી છે. તેમ સંસાર અને સ્વતંત્રતા આ બે શબ્દને કદી પણ મેળ મળતું નથી. આ દુનિયાના તમામ પ્રાણીઓને પરતંત્રતામાં પકડી રાખનારી અને સ્વતંત્રતાની આડે આવનારી ચાર કનડગત છે. સ્વતંત્રતા એટલે જ્યાં કોઈ પ્રકારની કનડગત ન હોય તેનું નામ સ્વતંત્રતા. અને જ્યાં પારકી કનડગત રહે તેનું નામ પરતંત્રતા.
જ્યાં સુધી જીવ સ્વતંત્રતાનો આનંદ ન લૂટે ત્યાં સુધી એ બંધાયેલું રહે છે. પરતંત્રતા ન તૂટે એ દિશામાં કે તેને દુઃખ આપે તો તે અજ્ઞાનદશામાં સહન કરી લે. અજ્ઞાનદશા ન જાય ત્યાં સુધી દુઃખમાં વસવાનું. જ્યાં અજ્ઞાન દશા ગઈ ત્યાં સુખ આવ્યું સમજે. ત્યારે હવે સુખી કોણ? જ્ઞાની કે અજ્ઞાની ? સુખી જ્ઞાની છે, અજ્ઞાની નથી. કેમ વર્તવું, શું બોલવું, ન બેલવું એનું અજ્ઞાનીઓને ભાન નથી હોતું. મનુષ્યજાતિને જંગલી પ્રાણીઓ તરફથી છેડી હેરાનગતિ થાય ત્યાં એને ઠાર કરવાનો હુકમ આપવામાં આવે છે. એવા નેતાઓને દુનિયા મોટાને ઈલ્કાબ આપે છે.
જ્યાં હિંસાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હોય એવી સ્વતંત્રતા એ જેનેને ગમવી જોઈએ નહિ. જે વસ્તુના વેપારથી ઓની હિંસા થવાની છે એવો વેપાર જેનેએ કરાય જ નહિ. કારણ કે જૈન ધર્મ અહિંસાને મહત્વ આપે છે. પણ આજે તો જેનેનું જૈનત્વ જ ચાલ્યું ગયું છે. ગમે તેટલી હિંસા થતી હોય પણ જ્યાં પૈસા વધુ મળે ત્યાં તમારી દેટ છે. પણ ભલા વિચાર કરે કે તમને સ્વતંત્રતાથી જીવન જીવવું ગમે છે તે તારા નાણાંની પેટીઓ ભરવા ખાતર જે નિર્દોષ જેની ક્રૂરતાથી ઘાત થાય છે તે જીવને કેટલું દુઃખ થતું હશે? ભલે ઓછું કમાવ, મજશેખ ન થાય પણ નિર્દોષ જીવને છે.
જૈન દર્શનમાં એક શ્રાવક થઈ છે. યોગ એનું જીવન કેટલું સાદું અને પ્રમાણિક હતું. એના ઘરમાં અનીતિનું નામ ન મળે. રોજ પુણી કાંતીને પિતાનું જીવન નીભાવતે હતે. એ પુણી કાંતીને પૈસા કમાતે તેથી એનું નામ પુણી શ્રાવક પડ્યું. એ બંને પતિ-પત્ની પુણી કાંતીને દરરોજ દશ દોકડા કમાતા હતાં. આજનું મળી જાય પછી એ કાલની ચિંતા કરતા નહિ. એને વિચાર થયે કે જે કુળમાં જન્મીને જે સ્વધર્મને ન જમાડું તે હું શ્રાવક ન કહેવાઉં. હવે રોજના દશ દેકડાથી વધુ પૈસા કમાતાં નથી. બીજી કઈ મૂડી પણ નથી. અને એને એવો નિયમ હતો કે દરરોજ એક સ્વધમીબંધુને જમાડીને જમવું. બંધુઓ! તમે પણ જૈનકુળમાં જન્મ્યા છે તે તમારે પણ આ નિયમ હશે ને? કે પછી આવે તેને જાકારે કરે તે નિયમ છે? (હસાહસ). હજુ બિચારે