________________
૨૨.
અનંત ગણું મહાન કષ્ટ જીવ કર્મોના રાજ્યમાં સહન કરે છે. એમાંથી કઈ રીતે છૂટાય એ જ આપણે વિચારવાનું છે. આવી આઝાદી તો ઘણું વખત મેળવીને ભોગવી. પણ દુઃખ ગયું નહિ. તમામ દુઃખનું મૂળ કારણ મોહ છે. આજે આપણે જે ખરાબ સ્થિતીમાં મૂકાઈ રહ્યા છીએ, દુઃખની ગર્તામાં ગબડી રહ્યાં છીએ તેમાં મેહનીય કર્મના સામ્રાજ્યની પ્રબળતા છે. એમ સમજીને મોહ રૂપી અંગ્રેજને હરાવી તેને દૂર કરી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ, ત્યારે જ આપણે સાચા સ્વતંત્ર બની શકીએ. આજે ધ્વજવંદન કરીને, સારું ભોજન જમીને તમે આનંદ માને છે પણ આ વાસ્તવિક સ્વતંત્રતા નથી પણ ઔપચારિક સ્વતંત્રતા છે.
મહાન પુરૂષોએ કમ મેદાનમાં યુદ્ધ કરીને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. તેવા અનંતજ્ઞાની ત્રિકાલદશ દેવાધિદેવે તેવી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના ઉપાયે આપણને બતાવ્યાં છે. જે સાચી સ્વતંત્રતા મેળવવી હોય તે તીર્થકર પ્રભુએ જે સાધનો કહ્યાં છે તે મેળવવાં જોઈએ. અને જે ઉપાય બતાવ્યાં હોય તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. જ્યાં સુધી મને મારવાનું મન નહિ થાય ત્યાં સુધી સ્વતંત્રતાને તમે સમજ્યા નથી.
સાચી સ્વતંત્રતા એટલે આત્માનું સામ્રાજ્ય, મોહના સામ્રાજ્યથી દૂર રહેવું એ છે સાચી સ્વતંત્રતા, દુનિયામાં જેમ પોતાના પર બહારની સરકારની સત્તાને પરતંત્રતા માનવામાં આવે છે તેમ અહીં પણ આપણાં ઉપર મોહરાજાના સામ્રાજ્યની સત્તા સ્થાપિત થઈ છે. એ જ પરતંત્રતા સમજી લે. મોહને મારવાની, તેને પ્રાણ વિનાને કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો સાચી સ્વતંત્રતા મળે. કાયમને માટે સ્વતંત્ર બનાય. આજ સુધી અનંતા દુઃખે સહ્યાં અને હજી પણ જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિરોગ-શેક, આ બધું સહન કરવાનું ચાલુ જ છે. આનું કારણ શું? આપણું ઉપર મોહનીયનું સામ્રાજ્ય છે. જગતમાં જન્મેલે જીવ જેમ કાળથી બચી શકય નથી તેમ મેહથી પણ બચી શક નથી.
શાસ્ત્રમાં દરેક પ્રાણીઓને ચાર પ્રકારની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે. અને ચારે ય ગતિના પ્રાણીઓ ઉપર મહારાજા સામ્રાજય ભોગવે છે. મેહે આત્માને એટલે બધે દબાવે છે કે જેથી તેના ગુણ અવરાય છે, ઢંકાય છે, લૂંટાય છે. બહારની સરકારને અંગે એમ કહેવાય છે કે તે હિંદને લૂંટે છે. તેમ મેહ આત્મધનને લૂટે છે. આત્માના સતત જાગૃત પ્રદેશ પર મેહનું કદી ચાલતું નથી. આ છે જીવ – અજીવને, જડ અને ચેતનને ભેદ. આટલું સમજ્યા પછી આ મેંઘેરી માનવ જિંદગાની પ્રાપ્ત કર્યા પછી પણ મેહ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું ન સૂઝે તે પરતંત્રતા ક્યાંથી ટળે? આવા ક્રૂર મોહ ઉપર અપ્રીતિ ન જાગે દૂર રહેવાનું મન ન થાય તે સમજી લેજે કે તમે હજુ સ્વતંત્રતાને સમજ્યા જ નથી.