________________
રોટ
એટલે સંસારના બંધન તેડી સંયમ માર્ગે જવા ઈચ્છે છે. તેઓ તેમના માતા-પિતાને હજુ શું સમજાવશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે પણ સમય થઈ ગયે છે એટલે વિદ્યુલ્લતા ચરિત્ર બંધ છે.
વ્યાખ્યાન નં..... ૩૦ શ્રાવણ સુદ ૧૫ ને રવિવાર તા. ૧૬-૮-૭૦
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને?
શાસ્ત્રકાર ભગવંત, રાગ-દ્વેષના વિજેતા અને મોક્ષમાર્ગના પ્રણેતા એવા ભગવાનના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. એ બત્રીસ સૂત્રમાં મૂળ ઉત્તરધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેનાં છ હળુકમી આત્માઓને અધિકાર ચાલે છે. ભૂગુ પુરોહિતના બે બાલુડાઓએ પ્રથમ વખત જ સંતનું દર્શન કર્યું અને વૈરાગ્ય પામી ગયા. તેમને તે સંતદર્શન કરતાં કરતાં માથે તાલ પડી ગઈ. માથે કાળા મટીને ધોળાં આવ્યા પણ હજુ સુધી દિલમાં એવો વિચાર સરખે પણ થતો નથી કે –
મેં હૈં કૌન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ
કન જગતમેં મેરા હૈ, ઈસ જગમેં કહાં ઠીકાના હૈ” ગમે તેટલું ધન ભેગું કરે પણ જ્યાં સુધી તમને એ વિચાર નહિ આવે કે હું કણ છું? ક્યાંથી આવ્યો છું? અહીંથી મરીને ક્યાં જઈશ? રાત-દિવસ કાળી મજૂરી કરીને ભેગું કરું છું તેમાંથી મારી સાથે શું આવશે? આ બોકસીનના આલેશાન ભવનમાં રહે છે. એને બહુ મેહ લાગે છે. પણ યાદ રાખજે એક દિવસ તે એને છોડીને જ જવાનું છે. એને પૂરો ખ્યાલ રાખજે. કોણ જાણે તમારા કાળજા જ કઈ જાતનાં ઘડ્યાં છે એ જ મને તે સમજાતું નથી. (સભા - એ કઠણ કાળજા છે. હસાહસ) કંઈકને તમે ખાંધે ચઢાવીને સોનાપુરીમાં મૂકી આવ્યા. તે લોકો સાથે કંઈ જ લઈને ગયાં નથી. જ્યારે કે ત્યારે મારે પણ આ જ રીતે એક દિવસ જવાનું છે તે મારી સાથે પણ શું આવશે? તમારી સાથે કંઈ જ આવવાનું નથી. છતાં મમતા છૂટતી નથી. વિચાર ફરે કે અત્યાર સુધીમાં જે ફોડાધિપતિ કે અબજપતિ હોય તેને શું જન્મ – જરા ને