________________
‘પdછે
હતાં એટલે કહે છે મુનિમ! આ તું મારી દુકાને રહીને ઝવેરાત પારખતા શીખી ગયે છે છતાં તે આવી છેતરપીંડી કરી? યાદ રાખ. આ અનીતિને માલ તને ફૂટી નીકળશે. તમને ખબર છે હશે કે માટીના ઘડામાં મીઠું ભરવામાં આવે છે. એ મીઠું ઘડામાં દશ-પંદર દિવસ રહે ત્યાં સુધી વાંધો ન આવે પણ પછી તે એ મીઠું ફૂટીને બહાર આવે છે. એ આખા ઘડા ઉપર મીઠાની ફેલ્લીઓ જેવું દેખાય છે. તેમ જે માણસ અન્યાય-અનીતિ અને અધર્મથી જે ધન ભેગું કરે છે તે પણ કમને ઉદય થતાં ફૂટી નીકળે છે પછી મોટા મોટા ઉદે-ડોકટરે અને હકીએ પણ તમને બચાવી શકતાં નથી. પીડાને પાર નહીં રહે. તે સમયે ગમે તેટલું કરીશ પણ પની, બાળકો કોઈ આડા હાથ ધરવા નહિ આવે. બધું અહીંનું અહીં જ રહી જાશે.
“ धनानि भूमौ पशवश्च गोष्ठे, नारि गृह द्वारि सखा स्मशाने ।
देहश्चितायां परलोक मार्ग, धर्मोऽनु गच्छति जीव एकः ॥ " તમે ખૂબ કાળજીપૂર્વક દાટેલું ધન જમીનમાં રહી જશે. હેર આદિ એના તબેલામાં જ રહી જાશે. વહાલામાં વહાલી તમારી પત્ની ગમે તેટલાં માથાં ને છાતીઓ ફૂટતી હશે પણ એ ઘરના બારણુ સુધી આવશે અને સગાવહાલાં ને સંતાનો શ્મશાન સુધી આવશે અને વહાલામાં વહાલું આ શરીર પણ ચિત્તામાં જલી જશે. પરલેક જતાં જીવને સાથે આવનાર કેઈ હોય તે ફક્ત એક ધર્મ જ છે.
બંધુઓ! જ્યાં સુધી તમારા જમ્બર પુણ્યને ઉદય છે અને પાપને ઉદય નથી થયે ત્યાં સુધી સુખ ભેગવી લે. જે અનીતિનાં નાણાં ભેગાં કરશે તે મીઠાની જેમ ફૂટી નીકળશે. ન્યાય નીતિથી કમાઈને રેટ ને દાળ ખાવામાં જે આનંદ આવશે તે અનીતિના નાણામાંથી બનાવેલા માલપુઆ ને દૂધપાકમાં નહિ આવે. એ શેઠ એના મુનિમને ખૂબ ઠપકો આપે છે. અને કહે છે એ બહેનને બોલાવી લાવ. મુનિમ પેલી બાઈને બેલાવી લાવે છે. બાઈને ભય લાગ્યો કે શેઠને ત્યાં પથ્થર વેચે છે એમાં કાંઈ ભૂલ થઈ હશે? પૈસા પાછા માંગશે? એટલે બાઈ ધ્રુજે છે પણ શેઠ મધુર શબ્દોથી પૂછે છે બહેન! તું આ પાંચીકે કયાંથી લાવી ! એ તે મહાન કિંમતી છે. મારે આ પચાસ હજારને બંગલે, જર ઝવેરાત, બધું જ તને આપી દઉં તે પણ એનાં મૂલ્ય થઈ શકે તેમ નથી. તો બહેન! હું તને આ બંગલા સહિત ક્રોડ રૂપિયાની મિલક્ત આપું છું. બાઈ કહે છે મને એટલા પૈસા ગણતા ન આવડે. હું મારા પતિને બેલાવી લાવું. એમ કહી ખુશ થતી આનંદભેર એના પતિ પાસે આવીને કહે છે તમે તે અક્કલના ઓથમીર જ રહ્યા. જડ ભરત જેવા છે. તમને કંઈ ખબર પડે છે. તમે પેલા પાંચીકા પંખીને ઉડાડવામાં ઉડાડી મૂક્યા. એક જ પાંચકો અહીં પડી રહ્યો હતે એ આપણે ગગે રમતે હતે તે ઝવેરીએ માંગે. અને મેં. આ તે એના ક્રોડ રૂપિયા મળ્યા