________________
વ્યાખ્યાન....નં. ૨૮ શ્રાવણ સુદ ૧૩ ને શુક્રવાર તા. ૧૪-૮-૭૦
અનંતજ્ઞાની કરૂણ સાગર પ્રભુએ જગતવાસી ઓને સમજાવ્યું કે હે આત્માઓ! સુખ ભોગવ્યા પછી પણ જે પરિણામે દુઃખ ભોગવવું પડતું હોય તે તે સુખને સાચું સુખ ન કહી શકાય.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે જેમાં ભૂગ પુરોહિત અને તેની જશા નામની ભાર્યા પૂર્વના પ્રબળ પુણ્યોદયે રાજા નહિ પણ સજા જેટલી સાહયબી ભોગવી રહ્યાં છે. એનાં બે પુત્રોને કમને મેલ આત્મા ઉપર ચઢી ગયો છે તેને સાફ કરવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી છે. આ બંને પુત્રો ૭૨ કળામાં પ્રવીણ છે. સાથે ધમકળા ભેગી લઈને આવ્યા છે. “સર્વ કા ધમંઝા જ્ઞાતેમનામાં સમ્યગદર્શનનો ગુણ પ્રગટે છે. ચરમ શરીરી આત્માઓ છે. છેલ્લે ભવ છે. જેમને સ્વ ભાન વર્તે છે તે પરમાં લેપાય નહિ. તે એમ જ સમજે કે જડ પદાર્થો મારા નથી. હું તેનો નથી. આજે તે તેલના, એરંડાના વેપારમાં માનવ મસ્ત રહે પણ જો તેને સામાયિક કરવાનું કહીએ તે કહેશે કે “No time ”. વેપાર ધંધામાં એટલો બધે રસ કે ખાવા-પીવાની પણ તેને પડી ન હોય. બસ, ટેલીફનનું ભૂંગળું કાન પર રાખે અને ભાવ તાલ બરાબર ધ્યાનપૂર્વક સાંભળે. અરે ! તમારા મગજમાં પણ તેનું જ તોફાન ચાલતું હોય છે.
એક રને વેપારી હતા. તેણે જાણ્યું કે આજે રૂ બજારમાં તેજી આવવાની છે. એટલે એ ગામડામાં રૂ ખરીદવા જાય છે. ત્યાં એક વણિકની દિકરી ઘેર છે તેને જઈને કહે છે “રૂપા”. વેપારીને ખૂબ તરસ લાગેલી એટલે રૂની ધૂનમાં પાણીને બદલે
રૂપા” કહી દીધું. તે વણિક પુત્રી બહુ ચતુર હતી તે સમજી ગઈ કે “રૂ બજાર” તેજીમાં છે. એટલે આવનાર વેપારીને ખૂબ આગતા સ્વાગતા કરી રોકી રાખ્યો. અને કહેવા લાગી. તમારા જેવા ધનવાન માણસ અમારે ત્યાં ક્યાંથી હાય ! શું હું આપને ફક્ત પાણી પીવડાવીને જ જવા દઉં ! ના, ના તે તે ન જ બને. આ૫ બેસે અને અમારા જેવા ગરીબને લાભ આપે. એમ કહી તે આવેલા વણિકને બેસાડી પુત્રીએ ટેલિફોન મારફત પિતાને બધી વાત કહી દીધી. મારે કહેવાને આશય એ છે કે જીવને જેમાં રસ હેય તેના જ વિકલ્પ મનમાં આવ્યા કરે છે. કારણ કે પર વસ્તુમાં સુબ માન્યું છે. વિભાવમાં જીવ જેટલું લક્ષ રાખે છે તેટલું લક્ષ વ્યાખ્યાન સાંભળવામાં છે! જેટલી