________________
આજના યુગમાં ભેદ વિજ્ઞાનની વાતો ઘણી થાય છે. પણ તેવી વાત કરનારા પુદ્ગલાનંદી જ હોય છે. ભેદવિજ્ઞાનની ત જે આત્મામાં પ્રગટી તે આત્મા પુદ્ગલાનંદી નહીં પણ સહજાનંદી હોય છે. જેવી જ્ઞાનની ઉત્કૃષ્ટતા તેવી જ સામે ત્યાગ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા તે જ સાચી જ્ઞાન દશા છે. સનકુમાર મહર્ષિ સાચા આત્મજ્ઞાની હતા. ઇંદ્ર મહારાજાએ તેમને સમજીને જ પ્રશંસા કરી છે ઇંદ્ર કરેલી પ્રશંસા સાંભળીને બે દેવ તેમની પરીક્ષા કરવા ધનવંતરીના વેશમાં તેમની પાસે આવે છે. આવીને સનકુમાર મહર્ષિને કહે છે આપની કાયા રોગોથી ક્ષીણ થયેલી દેખાય છે તેથી આપને પીડા પણ ખૂબ થતી હશે. આપની આજ્ઞા હોય તો અમે ઉપાય કરીએ. | મુનિ કહે છે પિષ્ટિક ખોરાક અને દવાઓ આપવા છતાં આ શરીર એક દિવસે તે પડી જવાનું જ છે તે શરીરથી ઉગ્ર તપ કરીને નિર્જરા સાધી લેવી એ જ શરીરનું વાસ્તવિક ફળ છે. મને શરીરના રોગની જરા પણ ચિંતા નથી. પણ ચિંતા છે ભવરગની. માટે જે આપની પાસે ભવરગ મટે એવી કઈ દવા હોય તે મારે કરવી છે. દેવેએ કહ્યું કે એ રેગથી તે અમે પણ ઘેરાયેલાં છીએ કર્મગ મટાડવાની અમારામાં તાકાત નથી. મુનિએ કહ્યું. જે તમારામાં કર્મોગ મટાડવાની તાકાત ન હોય તો દેહ રોગ મટાડવાની તે મારામાં પણ તાકાત છે. એમ કહીને ટચલી આંગળી પર ઘૂંક પડે છે અને આંગળી તપાવેલા સુવર્ણ જેવી થઈ જાય છે. મુનિ કહે છે. આ રીતે આખા શરીર પર પ્રયોગ કર્યું તે મારી કાયા કંચન જેવી થઈ જાય. પણ મારે લબ્ધિને પ્રયોગ કરે નથી.
સનકુમાર મહર્ષિને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેઈને બંને દેવે પગમાં પડી જાય છે. અને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી મુનિને ખમાવી ચાલ્યા જાય છે.
હવે અહીંયા આ બંને બાળકોએ પોતાના માતા-પિતાની સામે જન્મ-જા અને મરણના ભયનું ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું. અને સાચે ભય કર્યો છે તે સમજાવ્યું. હવે આગળ શું કહેશે તે વાત અવસરે વિચારશું.
આજે જૈન શાસનના અમૂલ્ય રત્ન એવા વિદમુનિની પુણ્યતિથિ છે. જેમના ગુણોને યાદ કરી આપણે આપણું જીવનમાં ત્યાગ-વૈરાગ્યનાં ઝરણું વહાવવાના છે. જીવન ભલે થોડું જવાય પણ એવું જીવન છે કે મરી ગયા પછી પણ દુનિયા આપણને થાદ કરે. આજે વિદમુનિને આપણે કેમ યાદ કરીએ છીએ ! શું એ શ્રીમંતો દિકર હતે માટે? વિરાણી કુટુંબમાં જ હતા માટે ? ના, એણે જીવનમાં સંયમ અપનાવ્યો હતે માટે આપણે તેમના ત્યાગ વૈરાગ્યમય જીવનને યાદ કરીએ છીએ.
વિદભાઈને જન્મ વિક્રમ સંવત ૧૯૯૨ માં સુદાનમાં (આફ્રિકા) થયે હતે.