________________
તેમના પિતાજી દુર્લભજીભાઈ અને માતા મણીબેન. આ પવિત્ર માતા મણીબેનની કુંખે જૈન સમાજનું અણમેલું રત્ન પાળ્યું. આજે મણીબેનને પાંચ પાંચ પુત્ર છે. એ ભલે ગમે તેટલા હોંશિયાર હાય, લાખો રૂપિયા કમાતા હોય પણ આપણે એમના ગુણ કેમ નથી ગાતા? જે ત્યાગ માગે ગયા એમના જ સંતે ગુણ થાય છે. જેની કુંખે આવા ઉત્તમ પુત્ર રત્નને જન્મ થાય છે તેની માતા પણ ધન્ય બની જાય છે.
આ વિનોદભાઈ નાનપણથી જ ધર્મની ભાવનાવાળા હતાં. નાનપણથી જ તેમને સત્સંગ તે ખૂબ પ્રિય હતો. તેમની બુદ્ધિ ગુણગ્રાહી હતી પણ છિદ્રગ્રાહી ન હતી. તેમને ચહેરા જ્યારે જુઓ ત્યારે પ્રકુલિત જ હોય. આત્માનું જ્ઞાન મેળવવામાં તેમણે જરા પણ પાછી પાની કરી નથી. વિનોદભાઈએ પરદેશમાં યુનાઈટેડસ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, બેલજીયમ, સ્વીઝલેન્ડ, ઈટાલી, ઈજીપ્ત વિગેરે દેશમાં પ્રવાસ કર્યો હતો. સને ૧૯૫૩ ના લંડનમાં રાણું ઈલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓ લંડન ગયા હતા. આ ઉગતી યુવાનીમાં તેઓ દુનિયાના રમણીય દેશમાં ફર્યા તે પણ આ વિદભાઈને પરદેશની હવા સરખી પણ સ્પર્શ કરી શકી નહિ. તેઓ તે જ્યાં ગયા ત્યાં તેમણે એ જ ચિંતન કર્યું છે કે આ આત્માએ કંઈ જ નથી જોયું તેમ નથી. માથાને વાળ મૂકે તેટલી જગ્યા મારા આત્માએ સ્પર્શવામાં બાકી રાખી નથી, તેમજ આ જીવ ચતુગતિમાં અનંતી વખત જન્મે છે.
एगया देवलोएसु, नरएसु वि एगया । एगया आसुरं कायं, आहाकम्मे हिं गच्छइ ॥"
ઉ. સુ. અ. ૩ ગાથા-૩ અહો ! આ જીવે બધાજ નાટકો ભજવ્યાં છે. દેવ અને મનુષ્ય જેવી શુભ ગતિમાં પણ મારે આત્મા ઉત્પન થયો છે. અને નરક-તિયચ આદિ અશુભ ગતિમાં પણ કર્મના વશથી ઉત્પન્ન થયો છે. એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેમને મુખ્ય સિદ્ધાંત ઓછી અંદગીમાં ઝાઝું મેળવવાને હતે.
પરદેશમાં રહેવા છતાં જેમણે કોઈ દિવસ કંદમૂળને ઉપયોગ પણ કર્યો નથી. સાંજ-સવાર પ્રતિક્રમણ તો સાચું. તેઓ જ્યાં જાય ત્યાં સામાયિકના ઉપકરણો સાથે જ લઈ જતા હતા. તેઓ સંસારમાં હતાં ત્યારથી જ સંડાસમાં જવાને પ્રતિબંધ હતો. તેઓ બહાર ખુલ્લી જગ્યામાં જ જતા હતાં. પોતાના હાલતા ચાલતાં, કેઈ પણ કાર્ય કરતાં ની યત્ના ખૂબ કરતાં હતાં. પિતાની નાની-મોટી કોઈ પણ ક્રિયા કરતાં એક પણ જીવ હણ ન જોઈએ એ એમનું ખાસ લક્ષ હતું. આટલા સુખી કુટુંબનાં પુત્ર હોવા છતાં પણ એકદમ સાદાઈથી જ રહેતાં હતાં. જ્યારે જ્યારે કઈ જ્ઞાનીને ભેટો થઈ જાય ત્યારે તેઓ ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક જ્ઞાનને લાભ લેવા બેસી જતાં હતાં,