________________
સનકુમારની વાત સાંભળીને બંને દેવે ત્યાંથી ચાલ્યા ગયા. અને જ્યારે ચક્રવતિ રાજસિંહાસને બેઠા છે ત્યારે બે દેવે પાછા આવે છે. ચકિનું રૂપ જોતાં જ દેવનાં મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. દેવનાં મુખ પડી ગયેલાં જોઈને ચક્રવતિ તેમના ખેદનું કારણ પૂછે છે. દેવ કહે છે. સવારે આપનાં રૂપમાં જે મોહકતા હતી તેમાં અત્યારે અનંત ગુણ હીનતા છે પછી ઈન્દ્રના વૃત્તાંતનું બધું ચક્રવર્તિ આગળ નિવેદન કરે છે. અને આપના રૂપની પરીક્ષા કરવા સવારમાં આવેલા ત્યારે આપે કહેલું કે મારું રૂપ જેવું હોય તે હું રાજસભામાં બેઠે હોઉં ત્યારે આવજે. તેથી અમે ફરીને પાછા આવ્યા. તે સવારે આપનું રૂપ જોતાં અમને એટલે આનંદ થયેલે તેટલે જ અત્યારે ઉદ્વેગ થયો છે. અત્યારે આપની કાયા મહા ભયંકર રોગોથી ઘેરાઈ ગઈ છે. આખા શરીરમાં જાણે ઝેર વ્યાપી ગયું છે. આપના મુખમાં અત્યારે જે તાંબુલ છે તેમાંનું એક ટીપું નીચે પડે તો તેના પર બેસનાર માખીઓ મૃત્યુ પામી જાય. અને આ વાતની ચકવતિને ખાતરી પણ કરાવી દે છે.
સનકુમાર મૃત્યુલેકમાં ઉંચામાં ઉંચા સુખોને ભેગવનારા હોવા છતાં દેવનાં એક જ વચનથી જાગી ગયા. એમને થયું કે એક ક્ષણવારમાં શરીરમાં આટલું પરિવર્તન! તે આ દેહના ભરોસે તે રહેવાય જ કેવી રીતે ? માટે જેવું આ દેહમાં પરિવર્તન આવી ગયું તેવું જ મારે હવે મનમાં પરિવર્તન લાવી દેવું છે. એક ક્ષણમાં જે શરીરમાં આટલી બધી ઉથલપાથલ મચી જાય તે તે જ પ્રમાણે જે આત્મા સવળો પડયો હોય તે એક ક્ષણમાં કામ કેમ ન કાઢી જાય! ક્ષણમાં બાજી બગડી જાય છે અને ક્ષણમાં સુધરી પણ શકે છે. ભલે શરીરની બાજી બગડી પણ હવે મારે આત્માની બાજી બગડવા દેવી નથી. જે મારું શરીર એક ક્ષણવારમાં વિષમય બની ગયું તે ક્ષણવારમાં આત્મા અમૃતમય પણ કેમ ન બની શકે?
આ રીતે વિરાગ્ય રગે રંગાયેલા સનકુમાર મહાભિનિષ્ક્રમણ કરીને મુક્તિના માર્ગે મંગલ પ્રયાણ કરી દે છે. સંયમ લીધા બાદ વિહાર કરીને જાય છે ત્યારે તેમનું અંતેઉર, મંત્રીવર્ગ, સેવકે બધા લાગલગાટ છ મહિના સુધી તેમની પાછળ ભમે છે. પરંતુ પિતાની પાછળ ભમતા સ્નેહીઓ તરફ જરા પણ પાછું વાળીને જોયું નહિ. કેવો ઉત્કૃષ્ટ ત્યાગ અને અદ્ભુત વૈરાગ્ય ! અંતે બધા સંબંધીઓ પાછા વળી જાય છે. સનકુમાર મહર્ષિએ દીક્ષા અંગીકાર કર્યા પછી કાયા રોગથી ઘેરાયેલી હોવા છતાં સાત વર્ષો સુધી તેમના શરીરમાં મહાભયંકર રેગ રહયા. તેટલા સમયમાં અપવાદમાં પણ તેમણે દવા લીધી નથી. મડા ભયંકર રોગ હોવા છતાં શરીરની લેશમાત્ર પૃહા રાખ્યા વગર ચારિત્રનું સુંદર રીતે પાલન કર્યું. ઇંદ્રસભામાં ફરી છે તેમની પ્રશંસા કરી કે ધન્ય છે સનસ્કુમાર મહર્ષિને કે જેમની કાયા મહા ભયંકર સેળસેળ રેગોથી ઘેરાયેલી હોવા છતાં મનથી પણ દવાની જરા પણ સ્પૃહા કરતા નથી. શરીરમાં પણ તેમની કેટલી નિરપૃહતા છે.