________________
ખાવા પીવામાં હોંશિયાર અને કામ કરવામાં નાદાર.” સમજુ સદા પરાયું, સુંદર શરીર મારું, આવી પડે પીડા તે, હસતે મુખે સ્વીકારું, પણ શ્વાસ જ્યાં તૂટે ત્યાં, શુભ ભાવ જે દબાશે.
જીવડો કયાં જાશે.મરતાં... આવું આ શરીર કઈ દિવસ આપણું થયું નથી અને થવાનું પણ નથી. માટે શરીરને જેટલી કુટેવો પાડવામાં આવશે તે આત્માને જ નડવાની છે. શરીરમાંથી આત્મા ચા ગયા પછી શરીર તે બાળવાને લાયક જ રહેવાનું છે. એની ગમે તેટલી સારી સંભાળ રાખશે છતાં પણ જ્યારે અશુભ કર્મને ઉદય થશે ત્યારે સાચવેલું સુંદર શરીર પણ રેગ આવે છે ત્યારે કેવું વિરૂપ બની જાય છે. માટે એની પાસેથી જેટલું કામ લેવાય તેટલું લઈ લેવાનું છે. આપણા પૂર્વકર્મના ઉદયથી રોગ આવે અને પીડા થાય તે પણ હસતા મુખે સહન કરી લેજે. એટલે સમભાવ તેટલું જ સુખ છે.
સનકુમાર ચકવતિને વૈભવની જેમ રૂપને વૈભવ પણ અથાગ હતે. એક વાર ઇંદ્ર મહારાજાએ ઈંદ્ર સભામાં તેમના રૂપની પ્રશંસા કરી કે સનતકુમાર ચક્રવર્તિ જે રૂપવાન આ પૃથ્વી પર બીજે કઈ નથી, ઈન્ટે કરેલી પ્રશંસા બે દેવોથી સહન ન થઈ કારણ કે જે વિપરીત દષ્ટિવાળા હોય છે તેને કોઈનું સારું જોઈને બળતરા ઉપડે છે. ગુણાનુરાગ એ સમકિતનું બીજ છે. જે ટાઈમે સનસ્કુમાર ચક્રવતિ સ્નાનગૃહમાં સ્નાન કરવા બેઠા હતા તે સમયે મિથ્યાત્વી બંને દેવે બ્રાહ્મણના વેશમાં ત્યાં આવ્યા. અને ચકૅવતિનું રૂપ જોઈ મનમાં ખૂબ આનંદ પામે છે અને વિચારે છે કે ઈન્દ્ર આમના રૂપની છે પ્રશંસા કરી છે તેના કરતાં પણ ચક્રવતિનું રૂપ તો સવાણું છે. અને બંને દેના મસ્તક હાલી ઉઠે છે. ચકવતિ આ જોઈ તેમને પૂછે છે તમારૂં અહીં આવવાનું કારણ શું છે ! બંને દે કહે છે આપના અથાગ રૂપની ખ્યાતિ સાંભળીને અમે આપનું રૂપ જેવા આવ્યા હતા. અને આપનું રૂપ જોઈને અમે ખૂબ જ આનંદિત થયા છીએ.
દેવેની વાત સાંભળીને સનસ્કુમારે કહ્યું તમે ન્હાવાના ટાઈમે શું રૂપ જોવા આવ્યા ! શું આ રૂપ જેવાને ટાઈમ છે ! હું વસ્ત્રાલંકારથી સજજ થઈને રાજસભામાં રત્નજડિત સુવર્ણના સિંહાસને બેઠે હોઉં. મારી બંને બાજુ ચામર વીંઝાતા હોય એવા ટાઈમે આપ રૂપ જેવા આવજે. તમે અત્યારે કટાઈમે આવ્યા છે. દેવે વિચારે છે આ ચક્ર વર્તિનું રૂપ અદ્દભૂત છે પણ રૂપને જરા મદ આવી ગયે લાગે છે. ઉત્તમ પુરૂએ પિતાના મુખે પિતાની પ્રશંસા કરવી ઘટતી નથી. સનસ્કુમાર ચક્રવતિને તે જે કે સ્વાભાવિક રૂપ મળેલું હતું છતાં પણ તેવા રૂપને અભિમાન કરે પણ સારો નથી. આજની દુનિયા રૂપ અને સૌંદર્યની પાછળ અંધ બની છે. પણ એકલા રૂપની કઈ કિંમત નથી. માનવી જે રૂપવાન હોય તે જ જે સુશીલ હોય તે તે રૂપની કિંમત છે.