________________
નાખ્યા તે ઉંધા પડયા. અને બીજી વખત જ્યાં પાસા હાથમાં લીધા ત્યાં એકદમ દીવા બુઝાઈ ગયા. અંધારું થઈ ગયું. એટલે હું બેબાકળી બની ગઈ મારું ડાબું અંગ ફરકવા લાગ્યું. મેં એમને ખૂબ પૂછયું કે દીવા કેમ બંધ થઈ ગયા? આ શું બન્યું? તેમણે કંઈ જવાબ ન આપે. એટલે મેં અંધારામાં હાથ ફેરવીને જોયું તો એમનું શરીર ઠંડુ પડી ગયેલું. અને શરીર લાકડા જેવું થઈ ગયેલું. આ જોઈને હું તે મુંઝાઈ ગઈ અને મારા મોઢામાંથી ચીસ પડી ગઈ. પછી શું બન્યું તે મને કંઈ જ ખબર નથી. દેવસેન બેભાન અવસ્થામાં પડે છે. માતા-પિતા અને પત્નીનું હૈયું ચીરાઈ જાય છે. જ્યાં અંતરને આઘાત હોય ત્યાં રૂદન લેવા જવું પડતું નથી. આ સ્થિતિ સર્જાઈ છે. ઘરનું વાતાવરણ કરૂણાજનક બની ગયું છે. સગા-વહાલાં, આડેશી-પાડોશી સૌ ભેગાં થઈ ગયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૨૭ શ્રાવણ સુદ ૧૫ ને ગુરુવાર, તા. ૧૩-૮-૭૦
અનંત જ્ઞાની ભગવંતે બતાવેલા સિદ્ધાંતસાગરમાં અનેક અમૂલ્ય મોતીઓ રહેલાં છે. જે સાચે જાણકાર ઝવેરી હોય તે જ એ મોતીની પારખ કરી શકે છે. અને તેની કિંમત આંકી શકે છે. મેતીની માળા પહેરીને માણસ પિતાના કંઠને શેભાવે છે. અને હરખાય છે. પરંતુ એ મોતીની માળા જીવનનું કલ્યાણ સાધી શકતી નથી પણ વીર વાણું રૂપી અમૂલ્ય મોતીની માળા પહેરવાથી સ્વ કલ્યાણ સાધવાની સાથે પરનું પણ કલ્યાણ સાધી શકાય છે. આ વીર-પ્રભુની વાણી સંસાર સમુદ્રથી તારનારી છે. એટલા માટે જ વીર વાણીને જગત ઉદ્ધારિણી કહેવામાં આવી છે.
ઉત્તરાધ્યયન સૂત્રને ચૌદમા અધ્યયનમાં ભૃગુ પુરોહિતના બે પુત્ર જેઓને આત્મ સ્વરૂપનું ભાન થયું છે. તેમને એ વાત સમજાઈ ગઈ છે કે આ જીવ અનંતકાળથી સંસારમાં જન્મ-જરા અને મરણના ફેરા ફર્યા કરે છે. અને એ જન્મ-જરા ને મરણમાં કેટલે ત્રાસ આપણા જીવે વેચે છે. જાતિ મરણ જ્ઞાન થવાથી તેઓ પ્રત્યક્ષ જુએ છે કે પૂર્વે કેટલાં દુખે વેઠયા છે. એટલે એ જીવેને ભય લાગે છે. તેથી પિતાની માતાને સમજાવે છે કે હે માતા-પિતા ! અમારે આત્મા અનંતકાળથી આ દુઃખમય સંસારમાં