________________
૧૯ ,
કોણે કાઢો ! વિચારો. બંધુઓ ! તમને પણ બુદ્ધિ મળી છે અને અભયકુમારને પણ બુદ્ધિ મળી હતી. હવે તમે બુદ્ધિને ઉપર આવી રીતે કરતા હશે ને!
તમે બેસતા વર્ષે પડામાં લખી દેશો કે બુદ્ધિ મળે તે અભયકુમારની મળશે. પણ તમારું હૃદય અભયકુમાર જેવું છે? એ પહેલાં તપાસી લેજો અને પછી માંગણી કરજે. કહેવાને આશય એ છે કે વિનય હોય તે જ માણસ જ્ઞાન મેળવી શકે છે, જ્ઞાન એ જ માણસને ઉન્નતિના શિખરે લઈ જનાર છે. માટે વિનય એ ધર્મનું મૂળ છે.
આ બે કુમારે એના માતા-પિતાને કહે છે હે માતા ! અમને જરા-વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસીને ભય લાગે છે. વૃદ્ધાવસ્થામાં કેવી દશા થાય છે? કેવાં કેવાં દુખે વેઠવા પડે છે! મને અને તમને હજુ પૂરું ઘડપણ આવ્યું નથી એટલે પરાધીનતાની શું ખબર પડે? જેને ઘડપણે ઘેર્યા છે તેમને પૂછી જુઓ કે તેમની કેવી દશા છે ! એક કવિએ કલ્પના કરીને લખ્યું છે કે ઘડપણ રેવે છે.
ઘડપણ રેવા બેઠું રે... ઘડપણ રેવાને બેઠું.
કેશ કહે મેં કલર બદલ્ય, નયન કહે નૂર ખાયું કાન કહે મારી કિંમત થઈ અડધી દુઃખડા કેટલા વેઠું..
ઘડપણ રોવા બેઠું રે... એ ઘડપણ કહે છે મારી વીતક શું કહું? મારા માથે વાળ ધેળાં થઈ ગયા. કાને ૫૩ સંભળાતું નથી. આંખના તેજ ચાલ્યા ગયાં. બધા ગાત્રે ઢીલાં થઈ ગયાં. ઘરનાં મને કોઈ પૂછતાં પણ નથી. આખું શરીર જાણે પૂજે છે. પહેલાં બે પગે ચાલતું હતું હવે તે ત્રીજા પગરૂપી લાકડીને સહારે લેવો પડે છે. કેડમાંથી વાંકે વળી ગયે છું. ભાવના શતકમાં પૂ૦ રત્નચંદ્રજી મહારાજે પણ ઘડપણ વિષે કહ્યું છે કે –
જિસકા તન અતિ જીર્ણ હુઆ હૈ, ડગમગ ડગમગ ચલતા હૈ, ચાર કદમ ચલને પર હી જે, કંપ કર ગીર પડતા હૈ ઉસે દેખ લેંસ રહા યુવક કો, યૌવનકા યે ચઢા નશા,
જાને કે હૈ વહી જવાની, તેરી હેગી યહી દશા. છે વૃદ્ધ માણસ લાકડીના ટેકે ચાલતું હોય, ચાર પાંચ કદમ ચાલે ત્યાં ગબડી પડે છે. આ વૃદ્ધાવસ્થાનું દશ્ય જોઈ જેમને યુવાનીનું જેમ છે તેવા યુવાને હસે છે. વૃદ્ધની મજાક ઉડાવે છે. એ વૃદ્ધને વાંકા વાંકા ચાલતાં જોઈને પૂછે છે હે બાપા! તમારું શું છવાઈ ગયું છે કે તમે વાંકા વાંકા શોધી રહયા છે ! ત્યારે એ વૃદ્ધ શું કહે છે.
जरा दण्ड प्रहारेण भग्न कटि मया कृतम् गतं मे यौवन रत्नं, पश्यामि च पदे पदे ॥