________________
લા પાસે રહી જશે. એને ઉપયોગ બીજા કેઈ નહીં કરી શકે. આ વિદ્યા આપને શીખી લેવા જેવી નથી લાગતી? ગમે ત્યારે વિદ્યા તે કામ આવે. માટે આપ એને ફાંસોએ ચડાવતાં પહેલાં એની પાસેથી વિદ્યા શીખી લે. એણક મહારાજાને આ વાત ગળે ઉતરી. શજીને પ્રધાન સારે હોય તે રાજ્યની શોભા વધારે. અનીતિ કરતાં રાજાને બચાવી લે પૂર્વ પ્રધાન સારે ન હોય તે રાજ્યનું તંત્ર બગડી જાય. રાજા સારો હોય તે પણ તેને અવળે પાટે ચઢાવી છે. આ અભયકુમાર તે ચતુર વણિક હતા. વલી ગેરબે ધમને વાસ હતો. પછી પૂછવું જ શું? - શ્રેણીક રાજા વિદ્યા શીખવા બેઠા. રાજા સિંહાસને બેઠા અને ભંગી નો એક ભંગી વિદ્યાને મંત્ર શીખવે છે પણ રાજાને તે આવડતું નથી ત્યારે અભયકુમાર કહે છે બાપુજી? ક્ષમા કરજે. પણ આપને એક વાત પૂછું છું કે આપણે જેની પાસેથી જ્ઞાને લઈએ તે કણ કહેવાય! જે જ્ઞાન આપે તે આપણા ગુરૂ કહેવાય. એ ગુરૂ નાના હોય કે મોટા હોય. બ્રાહ્મણ હોય કે ભંગી હોય પણ જ્ઞાન મેળવતી વખતે એ ઘમંડ ન રાખવો જોઈએ કે હું મોટે રાજા છું. જ્ઞાન લેતી વખતે નમ્ર બની જવું જોઈએ. જ્ઞાન એ તે ચક્ષુ સમાન છે.
આપણું રાજકેટ ક્ષેત્રમાં અને વડિયામાં વસંતકુમાર તથા રેશનલાલજી બે પંડિતજી છે. બંને ભાઈઓ શાસનના સાચા રત્ન છે. જેઓ પોતાનું લેહી રેડીને સંત-સતીજી, એને અને ભવિષ્યમાં દીક્ષા લેનાર વૈરાગીઓને કેટલા ખંતથી ભણાવે છે. જ્ઞાનનું દાન કરે છે. આજે રાજકોટમાં ને વડિયામાં તેનું વધુ આવાગમન થતું હોય તે તે બન્ને ભાઈઓને આભારી છે. સૌ જ્ઞાન લેવા માટે દેડીને આવે છે. પંડિતજીને પણ એવી હોંશ છે કે અમારા શાસનના સંતે જ્ઞાન ભણીને શાસનને કેમ શોભાવે! એમને કંઈ કલાકને હિસાબ નથી. બીજા પંડિતો ભણવે પણ એ કેવલ નેકરી જ કરતાં હોય. પણ આ તો અંતરના ઉમંગથી ભણાવે છે. વળી કાયમ માટે જ સંસ્થા છે. એટલે સંતને પિતાના નિમિત્તે પંડિતજી રાખવાને દેશ પણ ન લાગે. - ટૂંકમાં વિદ્યા દાન દેનાર ગુરૂનો વિનય કરવું જોઈએ. શ્રેણીક રાજાને પિતાની ભૂલ સમજાઈ. પિતે સિંહાસનેથી નીચે ઉતરી ગયા અને ભંગીને સિંહાસને બેસાડ્યો હવે રાહ વિદ્યા શીખવા બેઠા. ત્યાં ત્રણ જ વાર મંત્ર બોલ્યા અને રાજાને આવડી ગયે. રાણા કામ પતી ગયું. વિદ્યા આવડી ગઈ. એટલે કહે છે એને ફાંસીએ ચઢાવી દે. અભય કહે છે બાપુજી! જેણે આપણને જ્ઞાન આપ્યું તે ગુરૂ કહેવાય. હવે ગુરૂને ફાંસી દેવાય કે દક્ષિણા દેવાય! ત્યાં શ્રેણીક રાજા કહે છે અભય! મારી ભૂલ થઈ. એને હવે ફાંસી દેવાય જ નહિ. એને દક્ષિણામાં પાંચ ગામ આપી દો, ભંગીનું જિંદગીનું દરિદ્ર ટળી ગયું. આ રસ્તે