________________
૧૬
- મેરે પિતાજીક નામ પનાલાલ શેઠ હું, અમુક ગાંવકે રહીશ હૈ, ઉનકે આને ચર તુમ સબકે દેખ લૂંગા " હું મારા પણાની મમતા -
છે. આ સાંભળીને શેઠને ચહેરે બદલાઈ ગયે. એ સમજી ગયો કે એને બાપ તે હું જ છું. અને આ મારે જ પુત્ર છે. એટલે એના હૃદયમાં મમતા જાગી. શેઠ ઉઠીને રાકરાની પાસે જવા લાગ્યા ત્યારે છેક હાથમાં પથ્થર લઈને શેઠને મારવા તૈયાર થર્યો. ત્યારે શેઠ કહે છે બેટા ! શાંત થા. ક્રોધ ન કર, મારું નામ જ પન્નાલાલ છે. હું જ તારે બાપ છું. - પ્રેમથી છોકરાને બાથમાં લઈ લીધો. પણ છેક કહે છે મારા બાપુજી આવા હાય! બાપુજી! ઠીક થયું, આ તે હું જ તમારે દિકરે નીકળે. પણ જે આ જગ્યાએ બીજે ગરીબને નબળે પિચ છેક હેય તે એની શું દશા થાય? એની ત્યે આ જ સ્થિતિ કરને! આ છોકરાની નીતિપરાયણતા જોઈ બાપના હદયનું પરિ.
ન થઈ ગયું. છોકરે બાપના ચરણમાં નમી પડ્યો. ખૂબ પ્રેમથી બાપ-દિકરો ભેટી પડયા. હવે શું બાકી રહે! શેઠે છેકરાને હીરા-માણેક ને પન્નાના દાગીના પહેરાવી, રેશમી વસ્ત્રો પહેરાવી પિતાની સાથે ગાદી પર બેસાડ્યો.
દેવાનુપ્રિય! વિચારે તે કરે. થેડીવાર પહેલાં કઈ સ્થિતિ હતી? હવે શું સ્થિતિ છે. આ બધું કરાવનાર કોણ છે! “મમતા.” પહેલાં પિતાને પુત્ર માન્યો ન હતો. હવે મારાપણું આવી ગયું. જે છોકરે શેઠને તુચ્છ-ગરીબ દેખાતે હતો તે વહાલે લાગવા માંડ. જે બાપ દિકરાને રાક્ષસ જેવા લાગતા હતા તે હવે દેવ જેવા દેખાવા લાગ્યા. જે નોકરાએ છોકરાને માર્યો હતો તે પણ માફી માંગવા લાગ્યા. શેઠ કહે છે એમાં તમારે કોઈ દોષ નથી. મેં જ્યાં સુધી એને મારે માન્યું ન હતું ત્યાં સુધી બધું બની ગયું. આ-દિરે નેકર-ચાકર ભેગા થઈને પિતાને ગામ આવે છે અને આખા કુટુંબમાં અમદ આનંદ છવાય છે. છે આ બધું મેહ ને મમતાનું નાટક છે. જેના ઉપર મમતા થાય છે તે વસ્તુ ગમે છે. જેના ઉપર મમતા નથી હોતી એને જેવું પણ ગમતું નથી. આ બાળકને સંસાર ઉપરથી મમતા ઉતરી ગઈ છે. માતાને બાળકે પ્રત્યે ખૂબ મમતા છે. આગળ શું બનશે તે વાત અવસરે કહેવાશે.