________________
૧૮૮
બંધુઓ ! તમને અંદરથી તીવ્ર વેગ કઈ દિવસ ઉપડે ખરે? આ તપસ્વીઓને ઈને પણ ભાવના જાગે છે કે હું માસખમણ કરું. તમને ખાવાને વેગ ઊપડે છે, ધંધે કરવાને વેગ ઉપડે છે. નાણાંની ટંકશાળ પડે તે વેગ ઉપડે છે. પણ હજુ આત્માની સન્મુખ થવાને, મોક્ષ ગતિના શાશ્વત સુખ મેળવવાને વેગ હજુ ઉપડતું નથી. એ તરફ તે હજુ પગરણ માંડ્યા જ નથી. તમને થશે કે અમે રોજ સામાયિક કરીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ અને મહાસતીજી કહે છે તમે કંઈ જ કરતા નથી. એ કેમ બને? બંધુઓ ! આપણે મહાન પુરૂષની સાધના આગળ હજુ કઈ જ કર્યું નથી.
પ્રમાદના પલંગમાં માયાની ચાદર ઓઢી અનાદિકાળથી ઘસઘસાટ ઊંઘતા આ જીવે પડખું ફેરવવા જેટલે પણ હજુ પુરૂષાર્થ કર્યો નથી.
આ ભંગીની પત્નીને કેરી ખાવાને દેહલે ઉત્પન્ન થયે. તમને તે કેમ ન મેળવવું, ધનવાન બનું એ દેહદ થાય છે. જ્યારે આત્માથી જીવોને એવી ભાવના થાય છે કે હે પ્રભુ અનાદિકાળથી આ અવની પર અંધારે આથડી રહ્યો છું હવે –
અપૂર્વ અવસર એ ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહયાંતર નિગ્રંથ જે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેઠીને,
ક્યારે વિચરશું મહાપુરૂષને પંથ જે. તમને આ વાત હૈયે બેસે છે. તમને એવા ભાવ આવે છે ખરા કે મને આ અવસર કયારે આવે? દુનિયામાં બધા જ અવસર આવે છે. દિકરીના લગ્નના માંડવડા નાંખવાને અવસર આવ્યો હશે, જાન જોડી વરના બાપ બનીને જવાને અવસર આવ્યું હશે, નવું મકાન બંધાવી તેનું વાસ્તુ કરવાનો અવસર આવ્યો હશે પણ સંસાર ત્યાગીને સાધુ બનવાને અવસર નહિ આવ્યો હોય. તેનો તમને શક કેમ નથી થતો! પાડોશીના ઘેર દિકરા કે દિકરીના લગ્નની ધામધૂમ થતી હેય, વાજા વાગતા હોય ત્યારે જેને પાડોશમાં
પુત્ર ન હોય તે આંખમાંથી આંસુ સારે છે. અહ ! આપણે ઘેર સંતાન હેત આપણે ! પણ આ લ્હા લઈ શકત ને ? આપણું બારણું ઉઘાડું રહે અને આપણે વારસો સચવાત. પણ ભાઈ ! ગમે તેટલે વારસો સાચવવા જાવ છતાં એ વારસો કાયમ રહેવાને નથી. સાચો વારો કયો છે? આત્માને અપૂર્વ અમૃતરસ ચાખે અને બીજાને ચખાડે. એ જ આત્માને સાથે વાર છે જીવે હજુ અપૂર્વકરણ કર્યું નથી. ગ્રંથભેદ કર્યો નથી એટલે આ વાતે ગમતી નથી. પૂર્વે કોઈ દિવસ નહીં આવે, નહીં ચાખેલે, આસ્વાદ એક વખત આત્મામાં આવી જાય કે હે પ્રભુ! જેમણે ઘાતી કર્મ ઉપર ઘા કરી કમેની ગ્રંથોને ભેદી તેરમે