________________
૧૩
તેની ખબર લેનાર પણ ન હતું. તે માણસ પુણ્યને ઉદય થતાં સાત માળનાં માટે લમાં મહાલે છે. તેની સેવામાં કરે હાજર હોય છે. નીતિકારે કહ્યું છે કે –
लियाश्वरित्रं पुरुषस्य भाग्य, देवो न जानाति कुतो मनुष्यः । ... સ્ત્રીઓનું ચરિત્ર અને પુરૂષનું ભાગ્ય આ બે ચીજને દેવે પણ જાણી શકતા નથી, તે સાધારણ મનુષ્ય તે કઈ રીતે જાણી શકે?
આ ભાઈને દિકરો બે વર્ષ થયા છે. પત્ની અવારનવાર પિતાના અને પુત્રના કુશળ સમાચાર મોકલ્યા કરે છે. આ ભાઈ પણ પાંચ સાત લાખ રૂપિયા કમાઈ ગા છે. પણ કુદરતને એ નિયમ છે કે જેમ લાભ મળતું જાય છે તેમ લોભ વધતું જાય છે. ભાઈ તે હવે સામાન્ય મટી મોટો શેઠ બની ગયા છે. આ તરફ ધન મળ્યું. બીજી તરફ પુત્રની પ્રાપ્તિ થઈ હવે એને કઈ ચિંતા ન રહી. માણસને કેઈ જાતની ચિંતા ન રહે ત્યારે શરીર પણ પુષ્ટ બને છે. દિવસો જતાં વાર લાગતી નથી. એને પુત્ર બાર-તેર વર્ષનો થયો છે. હવે પત્નીના ઉપરાઉપરી પત્રો આવે છે. સ્વામીનાથ! હવે આપને ગયાને ઘણે સમય થઈ ગયે. આપણે લાડીલે પુત્ર પણ હવે મોટે થયે છે. તમે એનું મુખ પણ હજુ જોયું નથી. આપણે બે અને ત્રીજો પુત્ર છે. હવે કોના માટે વધુ કમાવું છે? તમે જલ્દી દેશમાં પધારો. આ ભાઈ પણ પત્ર લખે. છે કે હવે થોડા જ સમયમાં આવીશ. એમ કરતાં કરતાં બીજા બે વર્ષ કાઢી નાંખ્યા. છેવટે પત્નીને ખૂબ જ આગ્રહ ભર્યો પત્ર આવવાથી ભાઈ દેશમાં આવવા તૈયાર થયાં. દશ લાખની કમાણી કરી લીધી છે. દેશમાં પત્ર લખી નાંખે કે ફલાણી તારીખે ફલાણી ટ્રેઈનમાં હું આવું છું.
પિતાને મળવાની ઉત્કંઠા :
પતિને પત્ર આવવાથી પત્નીના આનંદનો પાર ન રહ્યો. તેના પુત્રને કહ્યું બેટા ! તારા પિતાજી આવવાના છે. ત્યારે બાળક કહે છે બા, મારા બાપુજી આવે છે તે હું તેમને લેવા માટે બે ગામ આગળ સામે જઈશ. માતા કહે છે બેટા! તે તે તારા બાપુજીને જોયા પણ નથી. તેમને કેવી રીતે ઓળખીશ? અરે! બાપુજીને પત્ર સાથે લઈને જઈશ, પુત્રની જવાની ખૂબ ઈચ્છા જઈ માએ હા પાડી. એના બાપુજીને આવવાને દિવસ આવ્યો એટલે આ છોકરો કાગળ લઈને ઘરેથી નીકળે. અને સામે ગામ જઈ સ્ટેશન પરની ધર્મશાળામાં ઉતરવા માટે રૂમ શોધવા લાગ્યું. સારી રૂમ બધી ભરાઈ ગઈ છે. એક નાનકડી રૂમ ખાલી હતી. તે રૂમનું ભાડું ભરીને તેણે પિતાને સામાન રૂમમાં મૂક્યું. હવે તેના પિતાજીના આવવાની રાહ જોઈ રહ્યો છે. બધી રૂમમાં તપાસ કરે છે કે આમાં કઈ એના પિતાજી છે? પણ એના પિતાજી હજુ આવ્યા નથી. બીજે દિવસે