________________
પાયું નથી. મા, તું જલદી આવ. આ તારે બાલ તારા વિના ગૂરી રહ્યો છે. આ પુત્રને અવાજ સાંભળી બાપ જાગે. પડખામાં પુત્રને ન જોતાં અગાશીમાં આવ્યું. બાળકને ઝૂરત જોઈ મનમાં વિચારે છે કે હું આ બાળકને આટલું સાચવું છું પણ એની માતા જેવી હંફ તે આપી શકતો નથી ને? બેટા! હું તને તારી માતાની જેમ જ સાચવીશ. નીચે ચાલ. બાળક કહે છે મારે તો મારી માતા જ જોઈએ. બાલ્યવયમાં કેઈની માતા કદી મશે નહિ,
એ તરફડતો બાલુડે, માતા વિનાને મૂરત, સાચવે ઘણું બાપ જ તેયે માતા વિનાને સૂને..એ...
માતા વિનાને સૂને..બાલ્યવયમાં... આ પિતાને પોતાની પત્ની કરતાં બાળકને જોઈ ખૂબ આઘાત લાગી ગયો. બાળકને ખબર નથી કે મારી મા કાયમ માટે મને છોડીને ચાલી ગઈ છે. સમજાવીને નીચે લાવે છે. અને બીજે દિવસે સ્કૂલે મોકલે છે. ત્યાં સ્કૂલમાં તો બધા છોકરાઓ કહે છે, તારી મા તે મરી ગઈ છે. આ છોકરો કહે છે મરી ગઈ એટલે શું? ત્યારે છોકરાઓ કહે છે, તારી મા હવે તને કદિ નહીં મળે. આ સાંભળી પાટી લઈને ઘેર આવ્યા. માથા ફોડવા લાગે. બાપુજી! શું મારી બા મરી ગઈ? હવે કદી નહિ મળે? બસ, મને તે મારી બા લાવી આપો. ભાઈ! ગમે તેમ કરે, ગમે તેટલા પૈસા આપે. પણ ગયેલી મા પાછી મળતી નથી. માતાને પ્રેમ છૂપ રહેતો જ નથી.
દેવાનંદા માતા મહાવીર પ્રભુના દર્શન કરવા આવ્યા. એને ખબર નથી કે આ મારે દિકરે છે, પણ જ્યાં પ્રભુને જોયાં ત્યાં સ્થિર થઈ ગઈ. અંતર હરખી ગયું. અંતરમાં છુપાયેલાં વાત્સલ્યના વહેણ વહેવા લાગ્યાં. માતા દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને પ્રભુના મુખ ઉપર છંટાઈ ગઈ. આ છે માતાના હેત.
યશા ભાર્યાને પણ પોતાના પુત્ર પ્રત્યે અથાગ પ્રેમ છે. જ્યાં માતાને કહ્યું કે અમે સંતના દર્શન કર્યા. ત્યાં જ તેને થઈ ગયું કે જોષીએ કહ્યું હતું કે તમારે ત્યાં બે પુત્ર જોડલે જન્મશે. એ વાત તે સાચી પડી. સાથે તેણે કહ્યું હતું કે બંને બાલ્યવયમાં સાધુ બની જશે. તે આ છોકરા હવે સાધુ તે નહિ બની જાય ને? એને ડર લાગે. તમે પણ અહીં આવે છે પણ તમારા સંતાનોને સંતને પડછાયો ન પડી જાય તેની કેટલી સાવધાની રાખે છે? રખેને સાધુ અમારા સંતાનને ભરમાવી ન દે.
અમે રેજ તમને સમજાવીએ પણ તમારામાં કંઈ ફેર જ ન પડે. એક સુથાર લાકડા ઉપર રંદ ફેરવે અને કારીગરી કરીને સુંદર ફનીચર બનાવે. લોખંડને ટુકડો કારીગરના હાથમાં આવે તે મશીન બનાવે. અને પથ્થરને ટુકડો એક શિલ્પીના હાથમાં