________________
સાંસા છે. આ માણસ કયાંકથી બે શક્કરીયા લઈ આવ્યો છે. એ એની પત્નીને કહે છે, તું મને શેકી આપ. આ સ્ત્રીએ શકકરિયા શેકવા મૂક્યા છે. ખેડૂત બહાર ઉભે છે. તે સમયે પેલા વાણિયાને બહાર જતે જે. એટલે આ ગરીબ દેતે ગયે અને શેઠનું કાંડું પકડીને કહે છે શેઠજી ! આપ હવે આપનું વચન પાળો. આ માસામાં અમે ઠરી જઈએ છીએ. મારાં કુમળા બાળકે કરમાઈ જાય છે. હવે મને ધક્કા ન ખવડાવશે. જવાબમાં વાણિ કહે છે “હવે તારાથી થાય તે કરી લેજે. હવે હું તને ઝુપડી બનાવી આપવાનું નથી. એટલું જ કહીને અટકે નહિ. ઉપરથી છ-સાત ખરાબ ગાળો દીધી. આશાના તંતુએ જીવતા ગરીબ માણસને મોટો આંચકો લાગે. શેઠની ધષ્ઠતાથી તેની આંખમાં દડદડ આંસુની ધારાઓ વહેવા લાગી. ગરીબાઈના દુઃખ જે અનુભવે છે તેને જ ખબર પડે છે. એક કવિએ ગાયું છે કે
ધનવાન જીવન માણે છે, દુખિયારા આંસુ સારે છે. કઈ અનુભવીને પૂછી લે, એ કેમ જીવી જાણે છે...ધનવાન.” ગામમાં કોણ કઈ રીતે જીવે છે, તેની કેવી સ્થિતિ છે, એને અનુભવ આપને વધુ હોય. અંદરથી શેકાઈ રહયાં હોય પણ માણસને બહારને વહેવાર સાચવવા માટે ઉજળા થઈને ફરવું પડે છે. એક મહલ્લામાં જૈનના સાત ઘર. એમાં અમે ગૌચરી જઈએ એટલે એક બહેન ઘરમાંથી દોડતી બહાર આવે. અને એવી ભાવના ભાવે કે આપણને લાગે કે આ બાઈને કેટલા ભાવ છે. મહોલ્લામાં બધા ઘરે સાથે ફરે. પણ
જ્યાં એક ઘર બાકી રહે ત્યાં એ પોતાના ઘરમાં પેસી જાય અને બારણું બંધ કરી દે. આઠ-દશ દિવસે પાછો એ મહોલ્લામાં જવાને વારો આવે અને બાઈ હર્ષભેર દેડતી આવે અને છેલ્લે પિતાના ઘરમાં જતી રહે. આ રીતે પાંચ-છ વખત બન્યું ત્યારે વિચાર થયે કે આ બાઈ આટલી ભાવના ભાવે છે, એની ભક્તિ આટલી બધી છે. અને એનું ઘર આવે ત્યારે બારણું બંધ કરી દે છે તેનું કારણ શું હશે? ફરીને જવાનું બન્યું ત્યારે નિર્ણય કર્યો કે આ બાઈ દર વખતે આપણને રમાડી જાય છે. પણ આ વખતે તે એને જ રમાડવી છે. મહોલ્લામાં પ્રવેશ કર્યો. બાઈત દોડતી આવી. પગમાં પડીને કહે છે કે ૫ધારે બાપજી ! એટલે હું તે સીધી એને ઘેર જ ગઈ. દર વખતે એનું ઘર છેલ્લું લેતા હતાં. આજે તે એનું લક્ષ ચૂકવીને એના ઘરમાં પેસી ગયા. હવે બારણું કેવી રીતે બંધ કરે ? આ બહેન તે ટે મોઢે રડવા લાગી. મેં કહ્યું બહેન ! શા માટે રડો છો? તમારી ભાવના અને ભક્તિ ખૂબ છે. તું આટલી વખત અમારી પાછળ ફરે છે અને તારું ઘર આવે ત્યારે બારણું બંધ કરી દે છે તેનું કારણ શું? મારે એ જાણવું છે. તારા ઘરમાં જે હોય તે વહેરાવ. બાઈ તો ખૂબ રડવા લાગી. મને થયું કે આને ઘેર હું આવી તે શું તેને નહિ ગમ્યું હોય ! ગૃહસ્થીનું મન