________________
૧પ૮ અનોજ ખાવા આવે પણ આ પૂતળાને જોઈને સમજે કે માણસ ઉભે છે, તેથી ડરના માર્યા બિચારા પક્ષીઓ દૂર ભાગી જાય છે. અને અનાજને દાણે ખાઈ શકતાં નથી. તેમ પૂતળું પણ ખાઈ શકતું નથી. કૃપણ માણસો પણ આવા જ હોય છે.
કેઈ વ્યક્તિએ પાણીના માટલામાં શીતળ પાણું ભર્યું છે. તરસથી હઠ સૂકાઈ રહ્યાં છે. આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે પણ પાણી પીતે નથી. તેને તમે કે કહેશે? (સભામાંથી જવાબ:- મૂરખ) તેમ કોઈ માણસ પાસે પૈસા છે પણ પેટે પાટા બાંધે છે. પણ પૈસાને વાપરતો નથી. એને કે કહે ? (કંજુસ) શરીર પર પ્રેમ રાખનારને મૃત્યુ સમજાવે છે કે તું તારા શરીરને ગમે તેટલું સાચવે પણ એક દિવસ તે એની રાખ થવાની જ છે. તે જ રીતે ધન પર પ્રેમ રાખનાર પ્રત્યે પૃથ્વી હસે છે, કારણ કે એ કહે છે કે હે માનવ! તું ગમે તેટલી લાયમી ભેગી કર પણું આખરે તે એ મારા પેટમાં જ સમાવાની છે.
એક માણસ ખૂબ જ ધનવાન. પણ જે ધનવાન તે જ કંજુસ. એની કંજુસાઈની તે વાત જ પૂછ મા. દાળ વધે અને તેની સ્ત્રી ફેંકી દે તે ફેંકવા દે નહિ. એ દાળ રાખી મૂકો અને સવારે ચાને બદલે વાસી દાળ પી જાય. રસોઈ બનાવે તે ઘી-તેલ વાપરવા ન છે. પાશેર દૂધમાં અડધો શેર પાણું નાંખીને ચા બનાવડાવે. દાળ બનાવે તે શાક નહિ અને શાક બનાવે તે દાળ નહિ બનાવવાની. ભાત બનાવે તે રોટલી નહિ અને રોટલી બનાવે તો ભાત નહિ. આ રીતે ખાવામાં ખૂબ કંજુસાઈ કરે. તે ખાય નહિ અને ઘરના માણસોને ખાવા દે નહિ. ઘરમાં જન્મેલા બાળકો પણ ત્રાસી ગયા. પરણીને આવેલી પુત્રવધૂ પણ કુપના ત્રાસથી કંટાળી ગઈ. રોજનું થાય એટલે માણસો કંટાળી જાય ને? હવે આ ત્રાસ આપે પછી ઘરના માણસે શું કરે? એ ખાઈને દુકાને જાય પછી બધા ભેગા થઈને પાછળથી લસલસતે શીરે હલાવીને ખાઈ લે. એ ડોસો બહાર જાય એટલે ઘરનાં માણસો ખાઈ-પીને દિવાળી કરે. (હસાહસ) બધા ખાય પણ કૃપણ તે કેર જ રહી જાય છે.
મધમાખી જેમ મધ એકઠું કરે છે, પણ એ મધુરતાને આનંદ પિતે લઈ શકતી નથી. અને એની પાસે બીજે કઈ આવે તે તેને પણ ચટકે ભરે છે. એમ લેબી-કુપણ માણસ ધન એકઠું જ કરી જાણે છે. એને આનંદ ન તો પિતે લઈ શકે, ન તે બીજાને લેવા છે. આ છે કુપણ હૃદય.
હવે બીજું છે અનુદાર હૃદય.
અનુદાર હૃદય કૃપણ કરતાં કંઈક જુદું છે. એ પહેલાં કરતાં કંઈક ઠીક છે. પહેલે, (પણ) પિતે ખાતે નથી અને બીજાને ખાવા દેત પણ નથી, જ્યારે અનુદાર હૃદયવાળે માનવી