________________
૧૬૩ થ. માટે મારા બંધુઓ! તમારી પાસે સંઘના સેવકે આશાભેર આવે તે તમારી જે ઈચ્છા હોય તે આજે પણ પેલાની માફક ભસશે નહિ. ભસીને દેશે તે ક્યાં જવું પડશે ! હવે સમજી ગયા ને! (હસાહસ. તમે લેતા શીખ્યાં છે તેમ દેતાં પણ શીખજે.
વાદળાં સમુદ્રમાંથી પાણી લે છે. પણ જે પૃથ્વીને ન આપે તે પ્રાણીઓની શી દશા થાય! માટે તમે પોતે સુખી છે તે બીજાને તમારા જેવા બનાવો. ભોજરાજા એક વખત ઘોડા પર બેસીને ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. તે વખતે અનાજના ગાડા ઉભા હોય ત્યાં તેણે એક ગરીબ માણસને અનાજના કણ વીણીને ખાતો જોયો. ત્યારે રાજા ભેજ વિચાર કરે છેઃ અહો ! હું આ મોટો સમ્રાટ અને મારી નગરીની પ્રજામાં - આટલી બધી ગરીબાઈ! બહારની પ્રજા જાણે તે આબરૂ જાય ને! કે ભેજરાજાના રાજ્યમાં માણસો ભેય પડેલા કણ વીણીને ખાય છે! આ જોઈને ભેજરાજાના મુખમાંથી શબ્દ સરી પડયા.
" जननी एसे। ना जन भांय पड्यो कण खाय ।" હે માતા ! તારે એવું શું પડયું રહેતું હતું કે ભેંય પડેલા કણ વિણીને ખાય એવા લાલને તે પેદા કર્યો? જેને પેટ ભરવા માટે બેંચ પડેલા કણ ખાવા પડે છે. આ શબ્દો પેલા ભિક્ષુકના કાને પડયા. આજે દરેકને સ્વમાન વહાલું હોય છે. અહા ! મદમાં ઉન્મત્ત થયેલે રાજા ગરીબ ઉપર કટાક્ષ કરી રહ્યો છે. પણ વૈભવ ને વિલાસમાં વસતા એને કયાંથી ખબર પડે કે પેટની પીડા કેવી હાય! મારા પેટની આગ બૂઝવવા ભેંય પડેલા કણ ખાઈ રહ્યો છું તે એને ગમતું નથી. સાથે સાથે મારી જનનીને પણ વગોવે છે. મારે પણ એને બરાબર જવાબ આપ જ જોઈએ. એટલે તેણે રાજાને જવાબ આપે.
“રે પે સુહ્ય ના જે પ ના નીચે મારા” હે માતા! એવા પુત્રને તું પિદ ન કરતી કે જેની પાસે સંપત્તિ હોવા છતાં પણ ગરીબના દુઃખ દૂર કરતું નથી. સંપત્તિ સમાજના કામમાં ન આવે તો એની ધૂળથી વધુ કિંમત નથી. કારણ કે ધૂળ તે અમીર અને ગરીબ સૌને માટે છે. શક્તિ હોવા છતાં
વ્યક્તિને મદદ ન કરીએ તે એ સંપત્તિ શા કામની? જેનો રાજા આટલો સમૃદ્ધ હોય તેની પ્રજા ભૂખે મરે, પ્રજાની ખબર ન લે તે રાજા શા કામને? રાજા તરત જ ઘેડેથી ઉતરી ગરીબને આશ્વાસન આપે છે. અને ન્યાલ કરી દે છે. પિતાને સમજાઈ ગયું કે આ ભૂલ મારી જ છે. મારી પ્રજાની ખબર મેં ન લીધી ત્યારે આને ભેંય પડેલા કણ વીણીને ખાવા પડ્યા ને! તમારી પાસે સંપત્તિ હોય અને મેજ મઝા ઉડાવતા હે, પણ પાડેશીના ભૂખ્યા ટળવળતા બાળકોની ખબર ન લેતા હે તો તમે પણ અનુદાર હૃદયનાં જ છે.
હવે ત્રીજું છે ઉદાર હૃદય –