________________
૧૭૨ પૂબ પાપ કર્યા છે. હું તે નરકમાં જ જઈશ. માટે હવે હું શું કરું એવું ન રાખે. અનંત ના સંચિત કરેલાં કર્મો ધર્મ અને તપ દ્વારા નાશ પામે છે. ધર્મ તમને નરકના દુખેથી છેડાવે છે. ધર્મથી કર્મ પણ બદલાઈ જાય છે. કર્મ બે પ્રકારના છે. એક નિકાચીત અને બીજા નિધત્ત. જેમ કેઈ માણસ એક સામટી સો લઈને લોખંડના તારથી બાંધી દે. પછી તેને છૂટી પાડવી હોય તે તેમાં કંઈ વાર લાગતી નથી. તારને થોડો ઢીલે કરે કે તુરત જ સે વિખરાઈ જાય છે. પણ જે તે જ સોને તારથી બાંધીને તેને ખૂબ ગરમ કરીને એરણ પર મૂકીને ઘણથી કુટવામાં આવે તે તેને એક પિંડ બની જાય છે. તે સમયે જુદી થઈ શકતી નથી. આ રીતે નિકાચીત કર્મ પણ આવા પ્રકારનું છે. નિકાચીત કર્મ ચીકાશવાળું છે. એ આત્મ પ્રદેશની સાથે એવું એકમેક રૂપ થઈ ગયું છે જે તેનું ફળ ભેગવ્યા વિના આત્મ પ્રદેશોથી જુદું થઈ શકતું નથી. એટલે નિકાચીત કર્મને અવશ્ય ભોગવવું પડે છે. અને નિધત્ત કર્મ લૂખું છે. તારથી બાંધેલી સની જેમ થોડા પ્રયાસથી છૂટું પડી જાય છે. ફક્ત પ્રદેશથી ઉદયમાં આવીને ખરી જાય છે. એને રદય હેતું નથી. ધર્મમાં આવી શક્તિ છે. ત્ર કહેવાનો આશય એ છે કે ધર્મ એ કર્મના વાદળને વિખેરવામાં સમર્થ છે. કોઈ કઈ કમ ભેગવ્યા વિના પણ ખરી જાય છે. અને કઈ કર્મ એવા હોય છે કે જેને ધર્મ દ્વારા “તિવાણુ માવાનો માળુ માવું જરા તીવ્ર રસવાળા કર્મો મંદ રસવાળા બની જાય છે. એટલે તે કર્મનું ફળ તીવ્ર મળવાનું હતું તે ઘટીને મંદ ફળ મળે છે. માની લે કે નિકાચીત કર્મ બંધાઈ ગયું છે... જેમ શ્રેણિક રાજાએ એવું નિકાચીત કર્મ બાંધ્યું હતું તે તેના ફળ સ્વરૂપે તેમને નરકમાં જવું પડ્યું ને? એથી આપણે એમ ન માનવું જોઈએ કે એમણે કરેલી પ્રભુભક્તિ ફોગટ ગઈ. શ્રેણિક રાજાની મહાવીર પ્રભુ પ્રત્યેની જે ભક્તિ હતી તે ફેગટ ગઈ નથી પણ એના પ્રભાવથી એ નરક ગતિમાંથી નીકળી પદ્મનાભ નામનાં તિર્થંકર થઈને મોક્ષમાં જશે. કર્મને બંધ પડી ગયે છે કે નહિ. અગર પડી ગયે છે તે ચીકણાં કમને બંધ પડ્યો છે કે લુખાં કમને? એ આપણે છમસ્થ જીવે જાણી શક્તાં નથી. કારણ કે કર્મબંધની ક્રિયા અને કાળ બંને બહુ જ સુક્ષ્મ હોય છે એટલે એ વાત છદ્મસ્થના જ્ઞાનથી જણાતી નથી. તેને તે સર્વજ્ઞ પ્રભુ જ જાણી શકે છે. એટલા માટે સર્વજ્ઞ પ્રભુ વચન ઉપર આપણને શ્રદ્ધા હેવી જોઈએ. કારણ કે દુનિયામાં સર્વ પ્રભુથી અધિક કોઈ જ્ઞાની નથી. પ્રભુએ પ્રત્યક્ષ જ્ઞાનમાં જોઈને જ જગતના જીવ ઉપર ઉપકાર કરીને જે જે વાત કહી છે તેમાં આપણે શંકા ન કરવી જોઈએ. પ્રભુના વચનમાં શંકા કરવાથી કંઈ જ લાભ થતો નથી. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે “તમેવ સર્વ નિહ. લિિહં વેજિનેશ્વર દેએ જે કંઈ કહ્યું છે તે જ સત્ય છે અને નિઃશંક છે. આવી જિનેશ્વર પ્રભુની વાણી સુણવાને અમૂલ્ય અવસર મળે છે, તો શક્તિ અનુસાર