________________
ખોવાઈ રહી છે તેને શોધો છો ખરા? એક દિવસ દુકાન બંધ રાખવી પડે તે શોથ થાય છે પણ એક દિવસ સામાયિક વિનાને પડયે, તેને એટલે શોચ થાય છે ખરે? આટલે રસ ધર્મમાં નથી. જે વીરવાણીને રંગ લાગ્યું હશે તે એક દિવસ વ્યાખ્યાન સાંભળ્યા વિનાને પડશે તે તમને જરૂર અફસોસ થશે.
એક માતાના બે દિકરા છે. ગામમાં ખુદ મહાવીર પ્રભુ બિરાજે છે. બે ભાઈમાં નાના ભાઈને ધર્મને ખૂબ રસ છે. સંસારને કેઈ વ્યવહાર એને ન રૂચે. જ્યારે મોટાને સંસાર વ્યવહારને ખૂબ રસ છે. કેઈનાં સગપણ જોડી આપવાં, લગ્નમાં જવું ને મેકાણમાં જવું, આ બધું મોટાને બહુ ગમે. બધું જ કામ માટે પતાવે. ત્યારે બીજા લેકેએ કક ભાઈ! તારે જ કામ કરવાનું. તારો ના ભાઈ તે કાંઈ જ કરતો નથી. એટલે મેટાને થયું. વાત તે સાચી છે. એ તે કંઈ જ કરતો નથી. એક દિવસ સવારના પહેરમાં જ કેઈનું મૃત્યુ થયું. શ્મશાને જવાનું થયું ત્યારે મોટે ભાઈ કહે છે ભાઈ! આજે તું શ્મશાને જજે, હું નહિ જાઉં. ત્યારે નાનો ભાઈ કહે છે મોટાભાઈ! જે કામ હશે તે બધું દશ વાગ્યા પછી કરીશ. મારે તે પ્રભુની દેશના સાંભળવા જવું છે. અને મને ક્યાં મોકલે છે ! મોટો ભાઈ કહે છે-આજે તે તારે જવું જ પડશે. ત્યારે નાનો ભાઈ કહે છે તે એમ કરે. આજે તમે પ્રભુની દેશના સાંભળવા જાવ અને હું આભડવા જાઉં. મોટા ભાઇને પરાણે મોકલે છે પણ એને ત્યાં રસ નથી. નાનાને અનિચ્છાએ મશાને જવું પડ્યું. તેને એમાં રસ નથી. રસ વિના આનંદ આવતું નથી.
મોટે ભાઈ ગયેલ છે વ્યાખ્યાનમાં. પ્રભુની અમૃતમય વાણી વહે છે. પ્રભુ કહે છે તે ગૌતમ! આ જીવન ક્ષણભંગુર છે. સમય માત્રને પ્રમાદ ન કર. ભગવંત વારંવાર ગૌતમ સ્વામીને “ગોયમા” શબ્દથી સંબોધે છે. પેલાને મઝા આવતી નથી. એટલે એક ઝાડના થડીયે એઠીંગણ દઈને બેઠે. સહેજ ઉંઘ આવી ગઈ અને મેં પહોળું રહી ગયું. ત્યાં કાળીયે કૂતરે આ. કૂતરાને સ્વભાવ હોય છે કે બહાર ગમે તેટલી જગ્યા હોય તે છોડીને સારી જગ્યાએ આવીને છાંટણ છાંટી જાય. આ પેલા ભાઈનું ડાચું પહેલું થઈ ગયું છે. ત્યાં કૂતરાભાઈ એ છાંટ નાંખી. પેલે જાગી ગયો અને મેં ખારું થઈ ગયું. કતરે તે ચાલ્યો ગયે. એને ખબર નથી કે શું બન્યું? એ તો ઘેર આવ્યું. નાનભાઈ પણ આભડીને આવી ગમે છે. ન્હાતા ન્હાતા મોટાભાઈને પૂછે છે ભાઈ ! તમે વ્યાખ્યાનમાં શું સાંભળી આવ્યા? મારા પ્રભુની દેશના કેવી મીઠી છે? ત્યારે પેલે કહે છે કે જવા દે ને નામ. કોણ જાણે તારા ભગવાનને તે પેટમાં દુઃખતું હતું એટલે એય મા ઓય મા" કરીને રાડ પાડતા હતાં. અને એમની વાણી તે એવી હતી કે ત્યાં જઈને તે મારું મોટું ખારું ખારું થઈ ગયું. (હસાહસ) માણસ વાતને યથાર્થ રૂપે ન સમજે તે આંધળે બહેરું કુટાઈ જાય છે. નાનભાઈ તેને સમજાવે છે કે ભાઈ! તમે સમજ્યા નથી. ભગવાનને પેટમાં દુઃખતું નહિ હોય. એ તે ગૌતમ સ્વામીને “ગેયમાં” કહીને બે.લાવતા હશે.