________________
૧૭૧
આદિની પ્રાપ્તિમાં એને હર્ષ થતો નથી. અને એના વિગથી એને દુખ થતું નથી. એટલું જ નહિ પણ પોતાના શરીર ઉપરથી તેને મમત્વભાવ પણ ઉતરી જાય છે. આ “વ qળો વિ ગ્નિ ના રંતિ મમાયં”
, દેહ ઉપરથી મમત્વભાવ ઉતરી જવાથી એને માનસિક પીડા પણ સતાવી શકતો નથી. કર્મોદયથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય તે પણ દુઃખને અનુભવ થતું નથી. આ રીતે પ્રભુની આજ્ઞાનું જે ભાવપૂર્વક પાલન કરે છે તે અશક બની જાય છે. અતિ એ શેક રહિત બની જાય છે.
પ્રભુની અ પણ ઉપર કેટલી કરૂણ દષ્ટિ છે! કઈ પ્રભુના કહેલા માર્ગે ચાલે છે તે ચાલે પણ દરેક આત્મા ઉપર પ્રભુની અસીમ કૃપા છે. દરેકને માટે હમેશાં પ્રભુને દરબાર ખુલે છે. અહીં ઊંચ-નીચ, શ્રીમંત-ગરીબ કોઈને માટે ભેદભાવ નથી. મન બની વાત બાજુ પર રાખે. અરે! તિયાને પણ પ્રભુના સસરણમાં સ્થાન મળતું હતું. સર્વ જી પ્રભુની અમૃતમય વાણીનું પાન કરતા હતાં. સવ ને પ્રભુએ કર્મની બેડીમાંથી મુક્ત કરવા માટે ધર્મને ઉપદેશ કર્યો છે. પ્રભુ એ તે ત્રણે ભુવનના નાથ છે.
નાથ કોને કહેવાય? “ગાન ક્ષેમા નાથ” જે વેગ અને ક્ષેમ કરનાર હોય તે નાથ કહેવાય. જે વરતુ પ્રાપ્ત ન હોય તેનું પ્રાપ્ત થવું તે યંગ કહેવાય. અને જે વસ્તુ પ્રાપ્ત હોય તેની રક્ષા કરવી તેને ક્ષેમ કહેવાય છે. જે જીને સમ્યવિ અને થારિત્રની પ્રાપ્તિ થઈ નથી તેને પ્રાપ્તિ કરાવે છે. અને જેણે સમકિત અને ચારિત્ર પ્રાપ્ત કર્યું છે, તેની રક્ષા કરવાને ઉપદેશ આપે છે. તેથી ભગવાનને વેગ અને શ્રેમ કરનાર નાથ કહે છે. આવા પ્રભુએ દરેક જીવોને અહિંસાને ઉપદેશ આપ્યો છે. તીર્થ કરની વાણી સાંભળીને અનંત છે સંસાર સાગર તરી ગયાં છે. પાણીમાં પાપી જી જેની કાર્યવાહી જેમાં આપણને લાગે કે આ જે નરકમાં જશે, એવા ને પણ પ્રભુજીએ સુધારીને મોક્ષ અને સ્વર્ગનાં મહેમાન બનાવ્યાં છે. આત્મા જે પુરુષાર્થ ઉપાડે તે એનાં સઘળાં પાપ ક્ષણવારમાં નાશ પામી જાય છે.
જેમ લાખો મણ રૂની ગંજીમાં અગ્નિની એક જ ચિનગારી મૂકવામાં આવે તે વાત મણ ૨ પણ અ૫ સમયમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ શુકલ ધ્યાન રૂમ અશ્ચિની એક જ ચિનગારી આત્માના અનાદિના કર્મોને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાંખે છે બંધુઓ! ધર્મ એ સામાન્ય ચીજ નથી. તેમાં પણ કેવળી પ્રરૂપિત થાય એ તે બહુ જ મહત્વની ચીજ છે. ધર્મ એ અનંત પાપ વગણીઓને લાશ તાપ સમર્થ છે. માટે ધર્મની આરાધના કરી લે. તમે એ વિચાર ન કરશે કે મેં તે