________________
To
.." विमल वश यह अनुचित एक', बन्धु विहाय बडेउ अभिषेक।" * . આપણ રઘુવંશના બધા રિવાજે મને ગમે છે, પણ એક જ થીજ મને ખટકે છે મારા નાના ભાઈઓને છોડીને આ રાજ્યને તાજ મને પહેરાવવામાં આવે છે તે મને ગમતું નથી. બંધુઓ ! કયાં રામચંદ્રજીના વિચારોની વિરાટતા અને હૃદયની વિશાળતા!
બંધુઓ! જીવનની નબળી પળોમાં મનવી ઘણીવાર આવેશના વેગમાં તણાઈ જાય છે ત્યારે તેને વિવેકને દીપક ઝાંખે થતાં વાર નથી લાગતી. અને ત્યારે તે ધર્મના તમે પણ અધર્મ કરી બેસે છે.
ઈતિહાસમાં તથા સિદ્ધાંતમાં શું જોવા નથી મળ્યું કે પાર્શ્વનાથ ઉપર કમઠે અનેક ઉપસર્ગો કર્યા! ભગવાન મહાવીરે રાજવૈભવ ત્યાગ કરી સંયમ લીધે ! એ ભગવાન મહાવીરને ત્રાસ પહોંચાડવામાં એમના જ શિષ્ય ગોશાળાએ કાંઈ બાકી ન રાખ્યું. પણ દરેકની હદ હોય છે. સીમા છે. દુઃખ પહોંચાડવામાં જેણે પાછું ન જોયું તેના અંતરમાં પણ કયાંક તે સંવેદનાનું નિર્મળ તત્વ તે બેઠું જ હતું. એ તાવ પરયું. આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહયા અને પ્રભુના ચરણમાં માથું મૂકતાં અંતર હળવું બની ગયું. આ બધું શાથી? મહાન પુરૂષના વિશાળ હૃદયના પ્રતાપે. આ ચાર હલ્સમાંથી તમારું હૃદય કેવા પ્રકારનું છે તે વિચારી લેશે. વિશાળ ન બને તે ઉદાર તે જરર બનશે. હવે સમય થઈ ગયો છે માટે એટલું કહી વિરમું છું.
વ્યાખ્યાન નં. ૨૪ શ્રાવણ સુદ ૯ ને સોમવાર, તા. ૧૦-૮-૭૦ શામકાર ભગવંતે આ જગતના ના દુખે મટાડવા માટે સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આ જગતમાં દુઃખ બે પ્રકારનું છે. એક શારીરિક અને બીજુ માનસિક શારીરિક દુખ વ્યાધિ કહેવાય છે અને માનસિક દુઃખને આધિ કહેવાય છે. બંને પ્રકારની પીડાનું મૂળ કારણ કર્મ છે. તેમાં અશાતા વેદનીય કર્મના ઉદયથી બધા પ્રકારની પીડાઓ થાય છે. ભગવાનની ભક્તિ કરવાથી સંપૂર્ણ કર્મોનો નાશ થાય છે. કર્મોને નાશ થઈ જવાથી આત્માને કોઈ જાતનું દુઃખ રહેતું નથી. તેમજ જેના હૈયામાં પ્રભુને વાસ હોય છે તેના જીવનમાં અલૌકિક સમભાવ આવી જાય છે. જીવ સંસારવ્યવહાર કરતે થકે પણ સંસાર ભાવથી અલિપ્ત રહે છે. મેહ માયા એના અંતરને ફરી શકતા નથી. સમભાવ આવવાથી આ જીવને ધન-સંપત્તિ, કુટુંબ-પરિવાર