________________
૧૬૮ ગયે છું. મને બસે રૂપિયા આપે. હું મારી દિકરી તમારા દિકરા સાથે પરણાવીશ. પેલો શેઠ કહે છે-ના, ભાઈ ! તું ગરીબ માણસ છે. તારી આબરૂ પણ નથી. માટે મારે ઘેર તારી દિકરી ન શોભે. રામજી કહે છે શેઠજી ! તમે માની જાવ, હું ખાનદાન છું, પણ વખાને માર્યો આવ્યો છું. દૂધે ધેઈને તમારા રૂપિયા ભર્યા વ્યાજે આપી દઈશ. પારકાની એક પાઈ પણ મારે હરામ છે. અંતે શેઠ માની જાય છે. રૂા. ૨૦૦] લઈને આવે છે. બંધુઓ! ગરીબાઈમાં પણ કેટલી ખાનદાની છે? પિતે ચોરી કરી નથી છતાં પૈસા કેવી રીતે લાવે છે! આ કાકાના હાથમાં બસે રૂપિયા આપી દીધા. શેઠ વિચાર કરે છે કે ચેન વેચી આવ્ય લાગે છે. બીજી દષ્ટિથી તેણે વિચાર કર્યો હોત કે જે ચેન વેચીને પૈસા લાવ્યા હતા તે પિતાને જમાડવા કંસાર તે પિતાની સ્ત્રીનું લેળિયું વેચીને બનાવ્યું. પૈસાની મગરૂરીથી અભિમાને અંધ બનેલ શેઠ ઘેડે બેસીને ઘરે આવે ગયે.
જમાઈ કહે છે કેમ, ખોટો આંટો થયે ને? એ તે બિચારે નિર્દોષ હતે. શેઠ કહે છે અરે? હું જાઉં તેમ છું? હું એમ ને એમ પાછો આવું તેમ છું? હું તે લઈને આવ્યું. દાગીને એણે ન આપ્યો. ચેરી કરી હોય એટલે શરમ જ આવે ને ? જમાઈ કહે છે, સસરાજી! હવે બડાઈ હાંકવી રહેવા દે. મારે ચેન તે મને મળી ગયે. તમારા ગયા પછી મને ખ્યાલ આવ્યું કે રાત્રે મારે બહાર જવું પડ્યું હતું ત્યાં તે નથી પડી ગયે ને? એટલે હું ત્યાં જોવા ગયે, તે કચરામાં ચેન દબાઈ ગયે હતે. એને હેજ આંકડે દેખાતું હતું. તપાસ કરતાં તરત જ ચેન મળી ગયે.
આ જોઈ શેઠ ચમકયા. અહા ! એને ઘરમાં તે ખાવામાં પણ સાંસા છે. હવે એને ખ્યાલ આવે. મને જમાડવા માટે તેની પત્નીનું લેળિયું વેચીને ઘી લાવ્યું હતું તે બસે રૂપિયા ક્યાંથી લાવ્યા હશે ? શેઠ ઠંડા થઈ ગયા. હવે તેને રામજીની ખાનદાનીની ખબર પડી. હવે એ પૈસાનું શું કરવું? અંતે માણસ મેકલીને રામજીને પિતાને ત્યાં બેલાવે છે. ત્યાં એને ફાળ પડી કે શું હજુ બીજા પૈસા મારી પાસે માંગશે? હું ક્યાંથી લાવી આપીશ? બસે રૂપિયા તે માંડમાંડ મેળવ્યા. બિચારો ધ્રુજતા હૈયે શેઠ પાસે આવી ચરણમાં પડી કરગરવા લાગ્યા. કાકા-મને માફ કરે. હવે મારી પાસે કંઈ જ નથી. - પિલા શેઠ કહે છે ભાઈ! તારી ખાનદાનીની હદ થઈ ગઈ છે. મારે તારી માફી માંગવી છે. મારા જમાઈને ચેન મળી ગયા છે. મેં ઉતાવળ કરી તારા માથે બેટું આળ ચઢાવ્યું છે. તે બદલ હું તારી માફી માંગુ છું. આ તારા બસે રૂપિયા પાછા લઈ જા. આટલું કહ્યું ત્યારે રામજીના જીવમાં જીવ આવ્યો. રામજી કહે છે એ પૈસા મારે નથી લેવા. છેવટે બહુ જ કહેવાથી રામજી એ પૈસા લઈને જેને ત્યાંથી ઉછીના લાવ્યો હતો તેને તરત જ પાછા આપી આવે છે.