________________
1
.
કૃપણ હૃદય અને અનુદાર હદય એ બંનેથી ઉદાર હૃદય શ્રેષ્ઠ છે. પિતે ખાય છે અને બીજાને પણ ખવડાવે છે. એ પિતાના પેટની સાથે બીજાના પેટની ચિંતા કરે છે. ગાય ઘાસ ચરે પણ એ ઉપર ઉપરથી ખાય છે અને બાકીનું બીજા માટે રાખે છે. અને ગધે તે એને જડમૂળથી જ ઉખેડીને ખાઈ જાય છે. કારણ કે એને બીજા માટે થોડું પણ રાખવાની આદત જ નથી. તમારે આ બેમાંથી શું બનવું છે? એને વિચાર તમે જ કરી લેજે. સિંહ પણ અડધો શિકાર ખાય છે અને અડધો પડતે મૂકે છે. અને હાથી પિતાની સૂંઢ વડે ચારે ખાય છે. તે ચારે બાજુ વિખેરતો વિખેરતો ખાય છે. એ આપણને સમજાવે છે કે હું વેરતો વેરતે ખાઉં છું તે તેમાંથી બિચારા બકરા-ગાયનું પેટ ભરાશે. આ પશુ પણ પિતાની સાથે બીજાનું પેટ ભરવાનું સમજે છે, પણ એક માનવસમાજ જ એ છે કે એ પિતાનું પેટ ભરવાનું સમજે છે.
ઈન્દોરમાં હકમીચંદ શેડ થઈ ગયા. એમની પાસે ખૂબ લમી હતી. જોકે, એવું અનુમાન કરતાં હતાં કે શેઠ પાસે ઓછામાં ઓછી દશ કોડની લક્ષમી તે હશે જ. એટલે એક માણસ શેઠ પાસે આવીને પૂછે છે, શેઠજી! આપની પાસે કેટલી લમી છે? શેઠ નમ્રતાપૂર્વક કહે છે ભાઈ! મારી પાસે બહુ જ અ૫ લમી છે. મારી પાસે ફક્ત સાડી સત્તાવીશ લાખની જ સંપત્તિ છે. પૂછવા આવનાર કહે છે શેઠજી! આપ આમ ખોટું શા માટે બોલે છે ! મારે તમારી મિલ્કતમાંથી એક પાઈ પણ જોઈતી નથી. આપને રહેવાને એક શીશમહેલ જ પચાસ લાખ રૂપિયાને હશે. બીજા મિલ, મકાન વિગેરે તે જુદા. અને તમે કહે છે કે મારી પાસે તે ૨ લાખની જ મિત છે. એ કેમ વિશ્વાસ બેસે ત્યારે શેઠ કહે છે ભાઈ! તમે મારે આશય સમજ્યા નથી. હજુ સુધી ગરીબોની સહાયમાં, સમાજની સેવામાં મારા હાથથી સાડી સત્તાવીશ લાખ રૂપિયા જ અપાયા છે અને એ જ મારી સાચી મૂડી છે. આ છે ઉદાર હૃદયની આરસી. આજે આવું કહેનારા અને કરનારા બહુ જ ઓછા છે.
સરોવરના પાણી જ્યારે સૂકાઈ જાય છે ત્યારે હંસે ત્યાંથી બીજા સરોવરમાં ચાલ્યા જાય છે. પંખીઓ બીજુ રહેઠાણ શોધી લે છે. પણ સરેવરમાં રહેતી માછલીઓ બિચારી કયાં જશે? એ તે ત્યાં જ તરફડીને મરી જાય છે. તેમ અહીં આ સંતે હંસ સમાન છે. સંધ રૂપી સરોવરનું સ્નેહજળ સૂકાતું જશે તે અન્ય ક્ષેત્રમાં ચાલ્યા જશે. પણ સમાજમાં રહેલાં અનાથ બાળકો, વિધવા માતાઓ, એ સંઘ રૂપી સરેવરની માછલીઓ છે. એમના દુઃખની કહાણ તમે સાંભળજે. એમના આંસુ લુછજો. તે જ તમે સાચા ઉદાર છો.
આજે તે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જ્યાં જોઈએ ત્યાં ગરીબની હાય સાંભળનારા બહુ ઓછા છે. ધનવાનેની લાગવગ હોય ત્યાં કામ થાય. જ્યાં ને ત્યાં લાંચ રૂશ્થત લેતા થઈ ગયા છે. એક વિદ્યાથીને કોલેજમાં દાખલ કરે હોય, માર્ક શેડા ઓછા મળ્યા હોય