________________
આ સંત ગૌચરી કરીને આવ્યા છે. પાતરા ઢાંકીને મૂક્યા છે. ઈરિયાવહી પડિકમી પિતાના ગુરૂ સમીપે આલેચના કરે છે. પિતે કયાં કયાં ગૌચરી ગયા-કેને ત્યાંથી શું બહેરી લાવ્યા તે ગુરૂને કહે છે. ત્યાં પેલે મુમ્મણ શેઠ પહોંચી ગયો. હજુ આહાર કરવા બેઠાં નથી. ઢાંકેલા પાતરામાંથી બે લાડુ ઉપાડી લીધા અને કૂતરું ભાગે તેમ ભાગી ગયા. સંતે જોયું...અહ! આ તે વહોરાવેલા લાડુ ઉપાડી ગયે. પિતાના પાતરામાંથી લાડુ ઓછા થઈ ગયા તેને અફસોસ નથી. પણ સંતના પાત્રમાં આવેલું ભેજન ગૃહસ્થીને અપાય નહિ અને લઈ ગયે તેનું દુઃખ થયું. તેની પાસેથી પાછું પણ લેવાય નહિ. આનું પરિણામ એ આવ્યું કે તેણે ઉત્કૃષ્ટ ભાવે લાડવા વહેરાવ્યા તેથી પુણ્ય બાંધ્યું અને મુમ્મણ શેઠ બન્યા. કોડેની સંપત્તિ પ્રાપ્ત કરી, પણ પોતે તેલ અને ગેળા સિવાય કાંઈ ખાઈ શક્તો જ નથી.
અમે મુંબઈ હતાં ત્યારે કેટમાં ગયેલા. કોટમાં આપણે ઉપાશ્રય તે બજારગેટમાં છે. લોકાગચ્છને ઉપાશ્રય મેઈન રોડ પર છે. સામે જ બસ સ્ટોપ છે. સાંજે ઓફિસે છૂટે એટલે બસસ્ટોપે માણસની મોટી લાઈને થાય. અમે ગૌચરી જઈને આવીએ, આહાર પાણી પતી જાય તે પણ કંઈકના નંબર લાગે નહિ. બિચારા ઉભા જ હોય. ત્યારે બીજી તરફ દષ્ટિ કરીએ તે ગાડીઓમાં બેસીને કંઈક માણસે પૂરવેગે દેડી રહ્યાં હોય. કંઈકની ગાડીમાં કૂતરાને બેસાડ્યો હોય. એ કૂતરાનું નામ ટપુ. એના ગળે સોનાને પટો પહેરાવ્યો હોય. એને સૂવા માટે ગાદી–મરછરદાની બધું જ હોય. એ માંદો થાય ત્યારે ડોકટર બેલાવાતું હોય છે. એને ખાવા માટે પાઉં ને બીસ્કીટ મળે છે. આ લીલા જોઈને વિચાર આવે કે આમ કેમ હશે? માણસને બેસવા ગાડી નહિ, કંઈક બિચારા ફૂટપાથ પર પડી રહે છે. કંઈકને ખાવા માટે રોટીના સાંસા છે. શરીર ઢાંકવા માટે ફાટયાં-તૂટ્યાં વસ્ત્રો પણું નથી અને આ કૂતરાને આટલું બધું સુખ! બીજી જ ક્ષણે મને વિચાર થયો કે આ કૂતરે ગત જન્મમાં ધનવાન હશે. એણે કંઈક તે કર્યું જ છે. નહિ તો એને આવું સુખ કયાંથી મળે ! પૂર્વે એ ધનવાન હતો. હવે જેની પાસે ધન હોય તેને ઘેર સૌ આવે. કૂવામાં પાણી હોય તો હવાડામાં આવે ને! કોઈ સંસ્થાને ફાળે કરવાનું થાય એટલે શેઠિયા એને ત્યાં જાય. પેલાને આવતાં જે ત્યાં ધૂંવાધૂંવા થઈ જાય. જ્યાં આવીને ઉભા રહે ત્યાં તે પહેલાં સારી પેઠે ઘૂરકાવે હો...તમારે માટે ચામડા નીચોવીને કમાયા છીએ? આવા તો કંઈક હાલ્યા આવશે ! પેલા લેકે એની આદત જાણતા હોય, એટલે બહાર જઈને બેઠા. થોડીવારે મગજ શાંત થયું, એટલે પેલા લેકેને કહે, કેમ આવ્યા છો? આવ્યા તે આવે. પછી પેલા લોકો કહે કે ભાઈ! ફલાણી સંસ્થા માટે આટલી જરૂર છે. તમારી ઈચ્છા હોય તો આપ. લે ત્યારે આવ્યા છે તે લઈ જાવ પિતાની ઈચ્છા પ્રમાણે દોઢબે હજાર રૂપિયા દીધા. આપ્યા તો ખરા. આપ્યા તેનું પુણ્ય મળ્યું. પણ એને આપ્યા કેવી રીતે? આપતાં પહેલાં ખૂબ ભસ્યો એટલે એને અવતાર જ્યાં ભસવાનું હોય ત્યાં