________________
એક જાતને છે. માલના ભાવ ચઢવાના છે તેની ખાનગી ખબર પડી ગઈ એટલે જઈ રહ્યો છે. પેલે ભાઈ જાણી ન જાય માટે ખાનગી રાખે છે. અહે! જે પિતાના સગાભાઈ માટે ઉદારતા કરતા નથી તે બીજા માટે શું કરી શકવાને છે! શેઠિયાઓ ખાઈ–પીને પલંગ પર સૂવે છે. પેટ ઉપર હાથ ફેરવે છે. અને બાજુમાં રહેલો પાડેશી ભૂખે ટળવળે છે.
ખાઈ પીને પેટ પૂરણ ભર્યું, કઈ ભૂખ્યાની સંભાળ નવ લીધી,
એવા ખાવા માંહી તને ધુળ પડી.....ખાઈ પીને..... તમે તમારું પેટ ભરે છે, પણ બીજાને ભૂલી જાય છે. પિતાનું પેટ તે પશુ પણ ભરે છે. એમાં કઈ વિશેષતા નથી. તમને મળ્યું છે તે ઉદાર બને. તમે કોઈને સુખે ખાવા નહિ દો તે તમે શું કરભવમાં ખાઈ શકશે નહિ. મુમ્મણ શેઠ કેટલે ધનવાન હતો, પણ એને તેલ ને ચોળા સિવાય કાંઈ સદતું જ ન હતું. એનું કારણ શું હશે? એ તમે જાણે છે? પૂર્વ ભવમાં એણે શું કર્યું હતું?
ગત જન્મમાં એ જૈન હતું. એક વખત તેને ઘેર પીરસણામાં ચાર કેશરીયા લાડુ આવ્યા. હજુ થાળીમાં જ પડયાં છે, ત્યાં જૈન મુનિ ગૌચરી આવ્યા. સંતને જોઈને એના હદયમાં ભાવનાની એવી ઉમિ ઉછળી–અને હાથ જોડીને કહે છે પધારે ગુરૂદેવ! શ્રાવકના ભાવ જોઈ સંત પાત્ર ધરે છે. આ ચારે ય લાડવા વહોરાવવા જાય છે, ત્યારે સંત કહે છે ભાઈ અડધો વહેરાવ. સંત ના....ના... કરતાં રહયાં અને આણે તો ચારેય લાડુ પાત્રમાં નાખી દીધા. લાડવા વહેરાવતાં એવા ઉત્કૃષ્ટ ભાવ આવી ગયા કે ત્યાં તેણે જમ્બર પુણ્ય બાંધી દીધું. સંત વહોરીને ગયા પછી એવું બન્યું કે થાળીમાં લાડવાની બે ત્રણ કણીઓ રહી ગઈ તે આણે ચાખી. એ કણીમાં તેને એ સ્વાઢ લાગે કે ત્યાં તે એને થયું કે સંત તે બિચારા લેતા જ નહોતા. એ તે અડધો જ લાડ લેતા હતા, પણ મેં ચાર લાડવા વહેરાવી દીધા મોટી ભૂલ કરી. આવા લાડુ ફરીને કયાં મળશે? એને તે ખૂબ ઉત્પાત થયે. એટલે એ તે આવ્યા ઉપાશ્રયે. હવે સંતના ખાવામાં ને તમારા ખાવામાં ફેર છે. તમારે ઘેર લાડ આવે અને એની સુગંધ જોઈને ખાવાનું મન થઈ જાય તો તમે ત્યાં ને ત્યાં ઉભા ઉભા ખાવા માંડી. સાધુથી એવી રીતે ન ખવાય, ઉભા ઉભા કાણુ ખાય ? ખબર છે ને ? ઢોર ખાય. લારીમાંથી ઉના ઉના ખમણ લઈને હાલતાં હાલતાં તમે ખાવા લાગ્યા. હાલતાં હાલતાં કણ ખાય? બેલેને ! કેમ બોલતા નથી? કૂતરા. (હસાહસ). તમે નહિ કહો–પણ મારા રાજકોટના શ્રાવકે એવા ન હોય. શ્રાવક તે નીચે બેસીને વ્યવસ્થિત રીતે જમે. જમ્યા પછી પણ વારંવાર મોઢામાં નાંખે નહિ. જમીને બે કલાક ત્રણ કલાકને ચૌવિહાર કરી દે જે આવી કોઈ આદત હશે તે કઈ વખત કામ થઈ જશે. એકદમ ઘણાંને હાટ ફેલ થઈ જાય છે. બેઠેલો ગબડી પડે છે, જે પચ્ચખાણ હશે તે એનું કામ કાઢી જશે.
શા. ૨૧