________________
વ્યાખ્યાન .... ૨૩
માનવ અને તેનું હૃદય શ્રાવણ સુદ ૮ ને રવિવાર તા. ૯-૮-૭૦
શાસકાર ભગવંત ત્રિલોકીનાથે આ જગતના જીના કલ્યાણને અર્થે કહ્યું છે, તે આત્માઓ! તમને આ મેંઘેરો માનવભવ મળે છે. માનવભવ મહાન પુણ્યથી મળે છે. આ અમૂલ્ય માનવભવ મળ્યા પછી માનવનું હૃદય મળવું એ પણ મુશ્કેલ છે. માનવ અને માનવના હૃદયમાં શું તફાવત છે તે આજે આપણે વિચારીએ. માનવનું હૃદય કેવું હોવું જોઈએ? તમે માનવીની પરીક્ષા બહારથી કરે છે કે અંદરથી? જ્યારે તમે બજારમાં કઈ ચીજની ખરીદી કરવા જાય છે ત્યારે તેના બાહ્ય રૂપ રંગ જુએ છે કે એના ગુણ જુએ છે?
- પશુની પરીક્ષા બહારથી કરાય છે. તમારે એક ગાય કે ભેંસ ખરીદવી હોય તે તમે પહેલાં એને રંગ કે છે, એના શીંગડા કેવા છે, એ કેટલું દૂધ આપે છે, એ જશે પછી જ ખરીદશે. ઘેડે ખરીદ હશે તે પહેલાં એ જોશે કે એને વેગ કે છે, શીધ્રગતિએ ચાલે છે કે મંદગતિએ ચાલે છે? ત્યાં એનું હૃદય જેવાતું નથી. પણ તમારે એક માણસને તમારી દુકાનમાં રાખે છે તે તે માણસ કાળે છે માટે ન રાખ્યું અને રૂપાળે છે માટે રાખું એવું જોવાતું નથી. એને સૌંદર્યને નહિ જોતાં એ યુવાન છે કે નહિ તે જોશે. એ રૂપાળો હોય, યુવાન હોય પણ જો અપ્રામાણિક હશે તે તમે તેને નોકરી શખશે નહિ. પણ એક માણસ ભલે રૂપાળો ન હોય, એની ચામડી કાળી હોય પણ માણસ જે સજજન અને પ્રમાણિક હશે તે તેને તમે રાખી લેશે. કારણ કે માનવી બહારની સુંદરતાથી નહિ પણ અંદરની સુંદરતાથી જ પારખી શકાય છે. . * આ જ પ્રમાણે ભગવંત કહે છે કે સમકિતના બીજ વાવવાની પવિત્ર ભૂમિકા હોય તે તે માનવનું હૃદય છે. ધર્મ કેવા હૃદયમાં ટકી શકે છે.
“ ૩૪/મુવાર, વ સુસ્ત જિ . . ... " . નિવ્યાનું વર્ષ સારું, ઇયં લિસિથ જાવ ” .. ન ધર્મના બીજ કઈ ભૂમિમાં ઉગે છે? જેમ ખેડૂત બીજ વાવવા માટે જાય છે ત્યારે પહેલાં તપાસ કરે છે કે આ ભૂમિ પથ્થરવાળી તો નથી ને? જે ભૂમિને વર્ષો સુધી ખેડવામાં