________________
૧૫૪ ગાબડું જ પડવાનું છે. બહારથી લાખે ને કોડાનાં દાન કરનાર દાનવીરને કહું છું કે તમે મરતાને મારશે નહિ પણ તેને સહાય આપી મજબૂત બનાવજે.
ધનવાનનું હજારનું દાન અને ગરીબનું એક દોકડાનું દાન સરખું છે. જ્યારે વસ્તુપાળ અને તેજપાળ લાખ રૂપિયા ખચી દેરાસર બંધાવતા હતાં ત્યારે એક ગરીબ માણસ પાસે બત્રીસ પૈસાની જ મુડી હતી. તે તેણે મંદિર બાંધવામાં આપી દીધી. એ બત્રીસ પૈસાની મુડી એ એનું લાખનું જ દાન છે. માટે ગરીબને તુછ ન ગણશે. તમારી શક્તિ હોય તો સહાય કરજે. સહાય ન કરી શકે તે એને તમે તિરસ્કાર તે ન જ કરશે.
પેલો ગરીબ માણસ જે આશામાં ને આશામાં જીવતો હતો તેના આશાના મિનારા તૂટી ગયા. એને એ શેઠ ઉપર એ તીવ્ર ક્રોધ આવ્યો કે ન પૂછો વાત. વાણિયાના અસભ્ય વર્તનથી અને ગાળો દીધી એટલે એની આંતરડી કકળી ઉઠી. ઝાડના થડે લટકાવેલું ધારીયું તેણે એકદમ ઉપાડ્યું અને ધડ દઈને વાણિયાના ગળા ઉપર ફેરવી દીધું. શેઠનું ખૂન કરી નાંખ્યું. હવે એને થયું કે આ ખૂન મેં કર્યું છે એટલે હવે પોલીસ મને પકડયા વિના રહેશે જ નહિ. એટલે ત્યાંથી નાસી છૂટ. એ પ્રચંડ કોધ છે કે જે સામું મળે છે તેને ધારીયાથી બે કટકા કરી નાંખે છે. આ કોધાવેશમાં તેણે બે ખુન કરી નાંખ્યા. પિતે પણ લેહીલુહાણ થઈ ગયો છે. પિલીસે તેને પકડી લીધો. એની પત્નીએ શેકેલા શકકરીયા ખાવા પણ તે ન રહ્યો. પિતાના વ્હાલા બાળકોને હેત કરવા પણ ન જઈ શકે. એને પોલીસ હાથ કડી કરીને લઈ ગયે. એને જિંદગીની જેલની સજા થઈ. પણ જેલમાં જઈ એણે એવું ન્યાયનીતિપૂર્વક કામ કર્યું કે એ જેલમાંથી વીસ વર્ષે એને છૂટો કરવામાં આવ્યો. હવે તે છૂટીને ઘેર જઈ રહ્યો છે ત્યાં તેને સંત માર્ગમાં મળે છે. આ માણસ સંતના ચરણમાં પડી જાય છે અને પોતે જે પાપ કર્યું હતું તેને પોકાર કરે છે. સંત તેને ઉપદેશ આપે છે. સત્ય વસ્તુનું ભાન કરાવે છે. અને સંતના ચરણે ગયેલે પાપી પિતાના જીવનને પલ્ટો કરી પાવન થાય છે. સંતને કહે છે બાપજી! મારા પાપની મને જે શિક્ષા કરે તે હું હસતે મુખે સ્વીકારવા તૈયાર છું. આપના ચરણે આ જીવન કુરબાન કરું છું
દેવાનુપ્રિયે ! છે તમારામાં આવું કહેવાની તાકાત ! કે જાણે તમારા હૈયાં તે એવાં ઘડાઈ ગયાં છે જાણે પીગળતાં જ નથી. આ હેલમાં ટાઈટિસ જડવામાં આવી છે. આ ટાઈલ્સમાં તડ પડતી નથી. તેમ તમારા હૈયામાં પણ તડ પડતી નથી. જ્યાં સુધી તમારા હૈયામાં તડ નહિ પડે, કોમળતા નહિ આવે ત્યાં સુધી તમારા હૈયામાં ધમ વસવાને નથી.