________________
"ભૃગુ પુરોહિતના આ બે દિકરાઓનાં હૈયામાં તડ પડી ગઈ અને પ્રભુની વાણી અંદર ઉતરી ગઈ. હવે એની માતાના મેહથી ભરેલા હાવભાવ એને ગમતાં નથી. એ તમારા જેવાં ન હતાં. તમે પરણવા ગયાં ત્યારે તમારી માતાએ નજર ન લાગી જાય તે માટે ગાલે એક ઝીણું મેશનું ટપકું કર્યું હતું. તેમ અમારી તમને નજર ન લાગે તે માટે મેશનું ટપકું કરીને આવતા લાગે છે. એટલે જ અસર થતી નથી. માતા પુત્રની પાછળ પાગલ છે. ગઈ કાલે કહી ચૂકી છું કે જેમ માતાને બાળકો વહાલા હાય છે તેમ બાળકને પણ માતા હાલી હોય છે પણ કયાં સુધી ? ચાર પગવાળે ન બને ત્યાં સુધી. ઘરમાં દેવી ન આવે ત્યાં સુધી જ. જ્યાં ઘરમાં દેવીના પગલાં થયાં પછી તે દેવીને પૂછ્યા વિના પાણી પણ ન પીવે.
અહીં તે દેવી આવ્યાં ન હતાં પણ સંસાર પ્રત્યેને ભય લાગે છે. માતાને કહે છે માતા ! અમને સંસારને ભય લાગે છે. અમને અમારા જીવનના સાચા સાથી સંત મળી ગયા. આ સાંભળી યશામાતાને તે સંતે પ્રત્યે ખૂબ ભાવ હતો તેને બદલે અભાવ થઈ ગયે. તમને પણ આવું જ થાય ને? તમે તમારા સંતાનોની ભલે કોટી કરે પણ સંતને દેષ ન આપશે. દુર્લભજીભાઈના પુત્ર વિદભાઈને વૈરાગ્ય આવ્યું. માતાપિતાને એમ થયું કે આવા વૈભવ ને વિલાસમાં ઉછરેલો કુલ જે મારે કોમળ વિવેદ સંયમ માર્ગમાં આકરા પરિષહ કેમ સહન કરશે ? એમ થઈ ગયું પણ સાચા વૈરાગીને વૈભવ ને વિલાસના વાયરા ડોલાવી શકતા નથી. સાચો વૈરાગી કેઈને રેકો રેકા નથી. પરિષહ તે બાવીસ છે પણ તમારા પરિષદની તે કોઈ ગણત્રી જ નહિ, છતાં તમે તેમાં જ, આનંદ માની રહયાં છે. દુઃખમાં પણ સુખ માની રહયા છે.
જેમ ઊંટ બાવળને ચાવે છે. એ બાવળને કાંટે સીધે તેની દાઢમાં પેસી જાય છે. અને અંદરથી લોહી નીકળે છે. એ લોહીમાં એને સ્વાદ આવે છે. એટલે કાંટાને તે વધુ ને વધુ દબાવે છે. તેમ એકેક સંસારી આત્માઓની આવી જ દશા છે. એને પણ કાંટા જેવા દુખે પુષ્પની શયા જેવા લાગે છે. અને એમાં આનંદ માનીને અંદર ખૂચત જાય છે. કોઈ માણસને શરીરે સોજા ચઢયા હોય, ઉપરથી પફ-પાવડર છાંટી ઈશ્વીબંધ કપડાં પહેરીને ફરતે હોય તેને શું નીરોગી કહી શકાય ? જેનું શરીર નીરોગી હોય તેને સેજા ચઢે જ નહિ. સંસારના સુખે સેજ જેવા છે. ઉપરથી શરીર પુષ્ટ દેખાય પણ અંદરથી પિલું જ છે. તેમ આ તમારા સુખ ઉપરથી તમને સારા લાગતાં હોય પણ એને ભગવ્યા પછી અનંત દુઃખની પરંપરા ઊભી થવાની છે.
બાળકો કહે છે માતા ! આ સંસારમાં અમને ભય લાગે છે. આ તારા સુખો અમને શરીરના સેજા જેવાં લાગે છે. અમને જન્મ-જરા અને મરણને ભય લાગે છે. હવે આ બાળક એના માતા-પિતાને વિશેષ શે જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.